________________
ગાથા૧૫૫
૧૦૫
પણ કથનમાં વિકલ્પ આવે છતાં આવે ઈ વસ્તુ નથી. આહા..હા...! આ ‘સમયસાર’ શું કહે છે ? આ અત્યારનું ‘સમયસાર’ છે ? બે હજાર વર્ષ પહેલાંનું ‘કુંદકુંદાચાર્યદેવ’નું (ચેલું છે) અને આ અભિપ્રાય તો અનાદિનો છે. આ (અભિપ્રાય) કાંઈ એકલા ‘કુંદકુંદાચાર્યદેવ’નો નથી. અનાદિ સંતો, દિગંબર મુનિઓ, કેવળીઓનો આ અભિપ્રાય છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ’ એના બે ભાગ ન હોય કે આમેય હોય ને આમેય હોય. આહા..હા..! કઠણ પડે, એકાંત લાગે. અનેકાંત જોઈએ, વ્યવહા૨થી પણ થાય, સ્વભાવથી પણ થાય (એમ કહો). પણ એકલું “જ”, “એકલું જ, એકલો સ્વભાવ જ’, સ્વભાવપણે પરિણમવું “જ” તે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એકલું અને જ, બેય જોડી દીધા. આ..હા..હા...! અરે... પ્રભુ ! સત્યનો માર્ગ તો આવો છે ને પ્રભુ ! દુનિયા કોઈ માને ને મનાવી રે, એને લાખો માણસ માને.... ઓ...હો..હો...! શું વ્યવહાર આ છે ને લાણું આ છે ! આ...હા...! મોટા ગજરથ કાઢ્યા, દસ લાખ ખર્ચ્યા માટે એમાં ધર્મ થઈ ગયો !
સંઘવીની પદવી મળે.
મુમુક્ષુ :
ઉત્તર :- પદવી અજ્ઞાનીઓ આપે. સંઘવીની પદવી આપે. આહા..હા...! આ તો સંઘ મોટો ભગવાન અનંત ગુણનો સંઘ ! આ..હા..હા...! એની પદવી જેણે પર્યાયમાં પ્રાપ્ત કરી છે, આહા..હા...! જેને નિમિત્ત અને રાગની સાથે લાગતુંવળગતું કાંઈ નથી. વ્યવહાર રત્નત્રય સાથે નિશ્ચય રત્નત્રય જે આ છે એને બીજાનું લાગતુંવળગતું કાંઈ નથી. આહા..હા...! મુમુક્ષુ :- નિશ્ચય તો વ્યવહારનો નિષેધ કરે છે.
ઉત્તર ઃ- સ્વભાવ સ્વભાવરૂપે પરિણમે છે એ અભાવપણું બતાવે છે કે વ્યવહા૨ હતો એનો અભાવસ્વભાવ. આહા..હા...! વ્યવહારથી થાય છે (એમ જે કહે) એ તો જૈનદર્શન નથી, એ વીતરાગમાર્ગ નથી. આહા...હા...!
પહેલી વ્યાખ્યા આત્માની કરી. આત્મા આ પ્રમાણે સ્વભાવપણે પરિણમે એ સમ્યગ્દર્શન, સ્વભાવપણે પરિણમે તે જ્ઞાન, સ્વભાવપણામાં રાગાદિ રહિત થઈ પરિણમે તે ચારિત્ર. પછી ભેગું કરીને એકદમ એકાંત કરી નાખ્યું. એ ત્રણે એકલું...' આત્માનું ભવન (છે), જેમાં રાગ અને નિમિત્તની કાંઈ લેશ અપેક્ષા નથી, નિરપેક્ષપણે પરિણમે છે). એકલા આત્માના સ્વભાવનું ભવન જ. ભવવું એટલે થવું, પરિણમન. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકા૨ણ છે.’ લ્યો. છેવટે સરવાળો (આ કર્યો). જ્ઞાન એટલે આત્મા. આત્માનો સ્વભાવ શુદ્ધ જે છે એ જ ૫૨માર્ચે મોક્ષનું કારણ છે. એ શુદ્ધનું પરિણમન થવું તે (મોક્ષનું કારણ છે). જે ત્રિકાળ શુદ્ધ છે... આહા..હા...! એ શુદ્ધનું પરિણમન થવું એ જ પરમાર્થે મોક્ષકારણ છે. ચાર લીટી, પાંચ લીટીમાં તો ઘણું ભર્યું ! આહા..હા....!
ભાવાર્થ :- આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે.’ હવે અહીં શું કહે છે ? કે, જ્ઞાન જ્ઞાન કેમ કહ્યું ? આત્મા ન લીધો અને જ્ઞાન જ્ઞાન કેમ કહ્યું ? (કેમકે), આત્માનું