________________
૧૦૪
સમયસાર સિદ્ધિ-૬ ચારિત્ર ! ધૂળેય ચારિત્ર નથી. આહા..હા...! હજી સમ્યગ્દર્શન, શુદ્ધ સ્વભાવના પરિણમનની ખબર નથી ત્યાં ચારિત્ર આવ્યું ક્યાંથી ?)
આહા..હા...! ત્રિકાળી ભગવાન મહાસત્તા જેની શુદ્ધ પવિત્ર, એના હોવાપણે, એનું હોવાપણું છે તેવું જ હોવાપણું પરિણમનમાં – પર્યાયમાં – અવસ્થામાં આવે ત્યારે તો તેને હજી સમ્યગ્દર્શન કહે છે. એવું જ પરિણમન આવે ત્યારે તેને જ્ઞાન કહે છે અને એવું જ સ્વભાવનું પરિણમન આવે તેને રાગાદિના ત્યાગસ્વભાવરૂપ ચારિત્ર કહે છે. આહા..હા...! છે કે નહિ એમાં ?
પહેલી ત્રણેની વાત તો કરી, પછી લીધું કે, ત્રણે એકલું શાનનું ભવન...' (છે), એકલા આત્મસ્વભાવનું થવું (છે). આ...હા..હા...! ભાષા મૂકી, જોઈ ? એકલો સ્વભાવ શુદ્ધ ચૈતન્યપ્રભુ ! એકલું જ્ઞાન ને આનંદ ને શુદ્ધ સ્વભાવનું થવું, જેમાં વ્યવહારની ગંધ નહિ, વ્યવહારની સહાય નહિ... આહા..હા...! વ્યવહાર આવો હોય તો એ નિશ્ચય પામે (એવી) જેમાં ગંધ નથી. ઈ વાત જ જૂઠી છે. આહા..હા..! વાતું વ્યવહારની કરે (એટલે) લોકો રાજી થાય. આમ કરો, આમ કરો, સાધર્મીને મદદ કરો. અરે...! પણ સાધર્મી છે ક્યાં ? તું હજી સાધર્મી (નથી), મિથ્યાદૃષ્ટિ (છે). સાધર્મીને આમ કરો (એમ કહે) એટલે લોકોને એવું થાય કે, આ..હા..હા...! એક તો ઓશિયાળા સાધારણ હોય. સાધર્મીને આમ દેવું, મદદ કરવી, ફલાણું કરવું, આમ કરવું ઈ પ્રભાવના છે, એ સમ્યગ્દર્શનની પ્રભાવના છે. આહા..હા....!
અહીં તો ૫૨માત્માનું કહેલું ‘કુંદકુંદાચાર્યદેવ’ સંત કહે છે અને એના ટીકાકાર એમાંથી કાઢીને આ ભાવ કહે છે. આહા..હા...! પાઠ છે ને ! જુઓને ! રાવીપરિહરળ ઘરળ પાઠમાં છે. નીવાવીસદ્દહળ સમ્માં” એ પણ રાગરહિત જે સ્વભાવની શ્રદ્ધા, એમ છે. ‘નીવાવીસદ્દાં” આવ્યું એટલે જાણે જીવની શ્રદ્ધા ને અજીવ ને નવ તત્ત્વની શ્રદ્ધા થઈ એટલે થઈ ગયું. આહા...હા....!
‘એ ત્રણે એકલું...’ આત્માનું ભવન. એકલું આત્માના શુદ્ધ સ્વરૂપનું ભવન થવું ભવન (થવું). ‘ભવન જ છે.' એમ છે, જોયું ? એકલું આત્માના સ્વભાવનું થવું જ છે. (એ) ત્રણ એકલું આત્માના સ્વભાવનું થવું જ છે. આ..હા..હા...! સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ એકલા આત્મસ્વભાવનું થવું જ છે. એમાં બિલકુલ રાગાદિની, નિમિત્તની મદદ નથી. આહા..હા...! અને વ્યવહાર રત્નત્રયથી આ સ્વભાવનું પરિણમન થાય એવી એ વસ્તુ નથી.
આ..હા...!
-
‘એકલું જ્ઞાનનું...’ એટલે સ્વભાવનું એટલે આત્માનું ‘(–પરિણમન) જ છે...’ આહા...હા....! એકલું આત્માનું પરિણમન જ છે, એકલું આત્માના સ્વભાવનું પરિણમન જ છે. રાગના પરિણમનનો અંશ જેમાં બિલકુલ નથી. આહા..હા...! આમાં છે કે નહિ એમાં ? કોઈ કહે કે, ‘સોનગઢ’વાળા એકાંત નિશ્ચયની જ વાતું કરે છે. ભેગી વ્યવહારની (વાત) કહેતા નથી.