________________
ગાથા ૧૫૫
૧૦૩
ગાંસડિયું (આવેલી). કાંઈક ગુનાથી ખાનગી લાવ્યા હશે. એમાં કોઈ કહે કે, આ છે કોની ? એ પકડાણો. એટલે એનો ધણિ (કહે), મારો માલ નથી આ. થઈ રહ્યું. આહા..હા...!
એમ આત્મામાં પવિત્ર ભગવાન પૂર્ણાનંદનો નાથ જ્યાં આનંદ અને શાંતિપણે પરિણમે છે, તેની પ્રતીતિપણે, તેના જ્ઞાનપણે અને તેના રાગના અભાવના સ્વભાવપણે પરિણમે છે તે ચારિત્ર, દર્શન ને જ્ઞાન છે. આહા..હા...! આવું છે. મુદ્દાની રકમની વાત મૂકીને બધી વાતું કરે). આમ પાળો ને આ કરો ને આ કરો ને દેશસેવા કરો ને વ્રત પાળો ને અપવાસ કરો, શાસ્ત્ર બનાવો, શાસ્ત્રની પ્રભાવના કરો, પ્રસાર કરો... પણ કોનો ? બાપુ ! શું છે આ ? આહાહા.... કરોડો શાસ્ત્રો બનાવો, પચીસ લાખના, પચાસ લાખના (બનાવો) પછી શાસ્ત્રની પ્રભાવના કરો. પણ શું છે એમાં ? એ તો બધો વિકલ્પ છે.
મુમુક્ષુ :- શાસ્ત્ર છપાવવાની પ્રભાવના તો આપે કરી.
ઉત્તર :– એ પ્રભાવના નથી. એને અંદર રાગથી રહિત એવી દૃષ્ટિ, જ્ઞાન ને રમણતા (કરવી) એ એની પ્રભાવના છે, સ્વ પ્રભાવના (છે). પણ વચ્ચે આવો રાગ આવે એને વ્યવહાર પ્રભાવના કહેવામાં આવે છે, પણ એ બંધનું કારણ. આહાહા...! આવી વાતું છે.
ત્રણનો સરવાળો કર્યો. “એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું. જ્ઞાનનું ભવન...” (છે). એકલા આત્માના સ્વભાવનું ભવન (છે), જેમાં રાગના અંશની બિલકુલ મદદ ને સહાય નહિ. આહાહા...! શાસ્ત્રમાં વ્યવહાર રત્નત્રયને નિમિત્ત કહેવામાં આવે પણ એ નિમિત્તની સહાય નથી અને નિમિત્તપણું કહ્યું એ તો ઉપચારથી એને કહ્યું, વસ્તુસ્થિતિ તો આ છે. આહા..હા...! વીતરાગમાર્ગ આકરો છે.
ત્રણેની વ્યાખ્યા કરી. પછી કીધું કે, “એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન... એકલા આત્મસ્વભાવનું થવું એમ. જોયું ? એકલું (કહ્યું છે. આ એકલા ઉપર વજન છે. બેકલો રાગનો વિકલ્પ ભેગો નહિ. બેકલો હોય તો બગડશે, એકડે એક ને બગડે છે. આહા..હા...! એક ચૈતન્ય સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ ચૈતન્ય જ્યોતિ, અતીન્દ્રિય અનંત અનંત ગુણનો પિંડ, એ એના ગુણોના સ્વભાવપણે પર્યાયમાં પરિણમવું, સ્વભાવપણે પરિણમવું, એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન...” (છે). એકલા આત્મસ્વભાવનું થવું (છે). આ.હા...હા...! આવી સ્પષ્ટ વાત છે. એમાં વ્યવહાર ચારિત્ર ને રાગની ગંધય અહીં નથી. આહા...હા...! એને કારણે પાળતા પાળતા (શુદ્ધતા) થાય. એ વળી કેટલાક કહે છે. ટીકામાં ક્યાંક આવે (કે), વ્યવહાર સાધન-સાધ્ય. એ તો સમજાવ્યું છે. આહા..હા...
એકલો ભગવાન રાગ અને વિકલ્પ વિનાનો જે ગુણ – સ્વભાવ, એવો એકલો પ્રભુ, પોતાના શુદ્ધ સ્વભાવપણે દ્રવ્ય અને ગુણે છે એ રીતે પર્યાયમાં શુદ્ધપણે, એનું જે સત્ત્વ છે તે પર્યાયપણે સત્ત્વ આવ્યું, પરિણમ્યું એને દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. આહાહા...! આકરું કામ છે. અહીં તો જરી બાળ બ્રહ્મચારી છોડીયું હોય, દીક્ષા લે (તો) ઓ...હો.હો..