________________
૧૦૨
સમયસાર સિદ્ધિ-૬ થતું જ્ઞાન તે જ્ઞાન અને સ્વભાવમાં રાગના અભાવસ્વભાવરૂપે સ્વભાવનું – આત્માનું જ્ઞાનનું એટલે આત્માનું થયું તેને ચારિત્ર કહે છે. આહા...!
આ રીતે, આ જ રીતે “એમ ફલિત થયું.” એનું ફળ એ આવ્યું, એનો સરવાળો એ આવ્યો કે, “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે...” એ ત્રણે ‘એકલું જ્ઞાનનું ભવન....” એકલા આત્માના સ્વભાવનું થવું એ છે. આહાહા...! સમ્યગ્દર્શન હો કે સમ્યકજ્ઞાન (કે) સમ્યફચારિત્ર (હો), ત્રણે અનંત શુદ્ધ પવિત્ર જે સ્વભાવ (છે), રાગના અભાવસ્વભાવ રૂપ ધ્રુવ સ્વભાવ, એ ધ્રુવ સ્વભાવનું પરિણમવું... આહાહા...! પર્યાયપણે પરિણમવું), તેમાં શક્તિ જે સત્ત્વ છે તેનું પર્યાયપણે સત્ત્વપણું આવવું એને અહીંયાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર કહે છે. આહા..હા...!
જે સત્ પ્રભુ છે, અકારણિક સત્ છે. જ્ઞાયક અકારણિક છે. સત્ અનંત અનંત ગુણનું ભરેલું સતુ, એ સનું સરૂપે, એનું સત્ત્વ જે શુદ્ધ, પવિત્ર, વીતરાગતા છે, એ વીતરાગતાપણે પરિણમવું, એ પરિણમનને ત્રણ પ્રકાર લાગુ પડે – દર્શન-જ્ઞાન અને ચારિત્ર. આહાહા...! આવી તો વાત છે. - પ્રવચનસારમાં છેલ્લે આવ્યું ને ! રાગ છોડીને. વચમાં રાગ આવે છે, પણ એ કંઈ ચારિત્ર નથી. છઠ્ઠ ગુણસ્થાને પણ રાગ આવે ઈ ચારિત્ર નથી એમ કહે છે. જેટલું સ્વભાવનું પરિણમન થયું છે એટલું ચારિત્ર (છે), પણ રાગનો અભાવ થઈને જ્યારે ચારિત્રની સાતમા ગુણસ્થાનની પરિણતિ થાય એને ત્યાં ચારિત્ર વર્ણવ્યું છે. આહા..હા...! આવો માર્ગ !
મુમુક્ષુ :- કુંદકુંદાચાર્યદેવે” મહાવ્રત પાળ્યા હતા કે નહિ ?
ઉત્તર :– પાળ્યા નહોતા. મહાવતના વિકલ્પ આવ્યા હતા અને જાણ્યા હતા કે, આ દુઃખરૂપ છે. એના સ્વામિ નહોતા, એના ધણિ નહોતા, એનું સ્વસ્વામિપણે એમાં નહોતું. આત્મામાં સ્વસ્વામિસંબંધ નામનો ૪૭ મો ગુણ છે. એ આત્મા દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ, એ એનું સ્વ અને એ એનો સ્વામિ. રાગ થાય એનો એ સ્વામિ નહિ અને એ એનું સ્વ નહિ. એનું સ્વ નહિ માટે એનો સ્વામિ નહિ. આહા...હા...! આવી વાતું છે.
જે પોતાનું દ્રવ્ય સ્વ શુદ્ધ, ત્રિકાળી ગુણ સ્વ શુદ્ધ અને વર્તમાન પવિત્ર પર્યાય, વીતરાગી અનંત ગુણની નિર્મળ પર્યાય સ્વ શુદ્ધ, એનો એ સ્વામિ છે. વચ્ચે રાગાદિ આવે પણ) એનો એ સ્વામિ નથી, એનો ધણિ નથી. આહાહા...! મારા ધણિ વિનાનો એ માલ છે. આ..હા..હા..! - એક ફેરી ઘણા લાખો રૂપિયાનો માલ દરિયાને કાંઠે આવ્યો હતો. પછી એમાં એવું હતું કે, જો એ પકડાય તો બહુ મોટો ગુનો થાય એવું હતું. એટલે એ માલનો ધણિ થયો નહિ. લાખોનો, ઘણા લાખોનો માલ હતો. (કોઈ) ધણિ ન થયો. એમ ભગવાન આત્મા ! વચમાં રાગ આવે એનો ધણિ ન થાય. પકડાય (જાય), ધણિ થાય તો પકડાય જાય. ખંભાતના કાંઠે મોટું થયેલું. ઘણા લાખોનો કાપડની ગાંસડિયું (આવેલી). ઘણા લાખોના