________________
૧૦૦
સમયસાર સિદ્ધિ-૬ છે. શાસ્ત્રશબ્દોમાં ક્યાં જ્ઞાન ભર્યું છે ? એ તો શબ્દજ્ઞાન છે. એ તો શબ્દનું જ્ઞાન છે. આહા..હા...! આ તો આત્મજ્ઞાન. આત્મજ્ઞાન કોને કહીએ ? કે, જેને રાગનું તો નહિ પણ એની પર્યાય સંબંધીનું પણ નહિ. આહાહા...!
આત્મજ્ઞાન ! આત્મા જે જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ છે, એનું જ્ઞાન તેને જ્ઞાન કહેવામાં આવે છે. આહા..હા...! છે ? “જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે..” આત્મસ્વભાવે આત્માનું થવું, પરિણમવું. આહાહા...! એ આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપે સ્વભાવપણે પરિણમે તેને જ્ઞાન કહીએ. આહા..બીજાને બોલાવતા આવડ્યો ને બોલતા આવડ્યું ને સમજાવતા આવડ્યું માટે જ્ઞાન છે, એ જ્ઞાનની વ્યાખ્યા જ નથી. આહાહા! બહુ આકરું કામ.
જીવાદિ પદાર્થ...” એમાં જીવ, અજીવ બધું આવ્યું ને ? પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. બધાનું જ્ઞાન છે તેવું જ્ઞાનપણે પરિણમવું. આત્માનું) જ્ઞાનપણે પરિણમવું. આહાહા..! તેનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. વિશેષ કહેશે..
શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !
પ્રવચન નં. ૨૩૫ ગાથા-૧૫૫,૧૫૬ ગુરુવાર, વૈશાખ વદ ૧૪, તા. ૨૪-૦૫-૧૯૭૯
(‘સમયસાર ૧૫૫ ગાથા ચાલે છે). ફરીને લઈએ). “મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર છે.” આ એનો સિદ્ધાંત સિદ્ધ કરવો છે. હવે સમ્યગ્દર્શન કોને કહેવું ? તેમાં સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે...” આત્માનું થવું, આત્માનું પરિણમવું તે છે;” આત્મા જે પવિત્ર પૂર્ણ સ્વભાવ છે, એ પવિત્ર સ્વભાવનું શ્રદ્ધાપણે પરિણમવું. એકલી શ્રદ્ધા એટલે વિકલ્પની શ્રદ્ધા ને એ નહિ. ચૈતન્ય સ્વરૂપ જે વીતરાગ સ્વભાવ સ્વરૂપ પ્રભુ, એનું દર્શન એટલે સમ્યગ્દર્શન, વીતરાગ સ્વભાવની પર્યાયપણે આત્માનું પરિણમવું એનું નામ સમ્યગ્દર્શન છે. આહા..હા..! એ કાલે આવી ગયું છે.
એ લોકો એમ જ કહે છે કે, જીવાદિ પદાર્થોની) શ્રદ્ધા તે સમકિત છે. શ્રદ્ધા એટલે શું પણ ? શ્રદ્ધા એટલે વિકલ્પ છે ? આ જીવાદિ વિકલ્પ છે ઈ શ્રદ્ધા છે ? ચૈતન્ય સ્વરૂપ રાગરહિત પૂર્ણ શુદ્ધ પવિત્ર સ્વરૂપ, અનંત ગુણનો પિંડ, એ એનું અનંત ગુણનું શુદ્ધ સ્વરૂપ છે એ પર્યાયમાં સમ્યગ્દર્શનપણે, વીતરાગ પર્યાયપણે થવું એનું નામ સમ્યગ્દર્શન છે. આહા...હા..!
(હવે, સમ્યકજ્ઞાન (કોને કહે છે ?). ‘જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે.” અનંત ગુણ (સ્વરૂપ) જે જીવ વસ્તુ છે, એનું જ્ઞાનનું થવું, સ્વભાવનું જ્ઞાનનું થવું, આત્મ સ્વભાવનું જ્ઞાનનું પરિણમવું તે જ્ઞાન છે. આહા..હા..! આને જ્ઞાન કહીએ. આ બધા વકીલાતના ને ડોક્ટરના,