________________
૯૮
સમયસાર સિદ્ધિ-૬ કીધી ? (સંવત) ૧૯૭૪ ! “રાજકોટમાં ચોમાસુ હતું. (સંવત) ૧૯૮૦ ની સાલ ! બોટાદમાં માણસ તો ઘણું આવે), હજારો માણસ ભેગું આવે. એમાં શું આ વાત ચાલી હતી. ભઈ, આ સમ્યગ્દર્શન એટલે શું ? એટલે આ સંક્ષેપરુચિ કરીને બેઠા છીએ માટે સમકિત (છે). સંક્ષેપરુચિ આવે છે કે નહિ ? અને પાછું નવ તત્ત્વના નામ લઈ ‘ભાવેણંસદહંત...” શુદ્ધ અંત:કરણથી શ્રદ્ધે ઈ સમકિત. અંતઃકરણ એટલે અહીં તો મન (અર્થ થાય) છે.
આ તો અંતર સ્વરૂપ ભગવાન આત્મા શુભ-અશુભના રાગથી ભિન્ન છે, તેવું સ્વભાવનું પરિણમન થવું તેનું નામ સમ્યગ્દર્શન છે. આહા...હા...! છે ? આ આખો બીજી લીટીનો અર્થ છે. “મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં...” મોક્ષનું કારણ જે આ ત્રણ છે તેમાં. “સમ્યગ્દર્શન...” એને કહીએ, મોક્ષના કારણ તરીકેના સમ્યગ્દર્શન એને કહીએ... આહાહા.! કે, “જીવાદિ પદાર્થોના શ્રદ્ધા, એના સ્વભાવે, શ્રદ્ધાના સ્વભાવે, જેવી શ્રદ્ધા ત્રિકાળી શુદ્ધ છે, શ્રદ્ધા ત્રિકાળી શુદ્ધ છે. શ્રદ્ધા નામનો ત્રિકાળી ગુણ છે ને ! એના
શ્રદ્ધાનસ્વભાવે...” આ..હા...હા...! આત્માનું પરિણમવું થવું. આહા...હા...! આત્મા નિર્વિકલ્પપણે રાગના આશ્રય વિના પૂર્ણાનંદનો નાથ પ્રભુ! “મૂવલ્યમરિસતો હતુ એ ભૂતાર્થનો – ત્રિકાળનો આશ્રય લઈને જે સમ્યગ્દર્શન સ્વભાવરૂપે પરિણમે, એ સ્વભાવરૂપ પરિણમે ત્યાં આનંદની સાથે શાંતિ (આદિ) બધું છે. આહા..હા...! તેને અહીંયાં સમ્યગ્દર્શન કહ્યું છે.
જ્ઞાનનું થવું...અહીં કીધું. જોર અહીં છે. એકલી જીવાદિ પદાર્થની શ્રદ્ધાન એમ નહિ. આ...હા...! તેમાં જ્ઞાન એટલે આત્માના સ્વભાવનું થવું (એટલે કે આત્માના સ્વભાવનું પરિણમવું. શુભભાવથી ભિન્ન શુદ્ધ આત્માના સ્વભાવનું શુદ્ધપણે પરિણમવું, શુદ્ધપણે થવું, તેને સમ્યગ્દર્શન કહે છે. આ તો હજી એકડાની પહેલી વાત છે. આહાહા..! છે ? એનું નામ સમ્યગ્દર્શન છે. આમ જીવાદિ શ્રદ્ધા તો યોગસારમાં આવે છે. બીજેય આવે છે. જીવાદિ શ્રદ્ધા છે એ વ્યવહાર શ્રદ્ધા છે. નિશ્ચયશ્રદ્ધા તો શુદ્ધ સ્વભાવનું પરિણમવું તે નિશ્ચય છે. આવે છે ને ! આમાં પાહુડમાં આવે છે). જીવાદિ શ્રદ્ધા તે વ્યવહાર છે. નિશ્ચય તો સ્વભાવનું પરિણમવું તે છે. એ અહીંયાં નિશ્ચય છે. આહા...હા...!
જેને એ ખ્યાલ નથી, સમ્યગ્દર્શનની સ્થિતિ કેવી હોય અને કેને આશ્રયે થાય? અને એ થાય તો એની શ્રદ્ધા કેવી હોય ? એ શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું તે તેનું સમ્યગ્દર્શન છે. શુભનું પરિણમન થવું એ તો કર્મચક્રનું પરિણમન) છે. આહાહા...! નિર્ણય કરવાનો, તુલના કરવાનો વખત મળે નહિ અને જિંદગી ચાલી જાય છે. આહાહા...!
મુમુક્ષુ :- તત્ત્વોની શ્રદ્ધા એમ છે ?
ઉત્તર :– એકવચન છે. અનેકવચન નથી. જીવાદિ શ્રદ્ધાનું એકવચન છે. જીવની શ્રદ્ધા થતાં તેમાં પેલાની શ્રદ્ધા આવી ગઈ. એમાં નથી એમ ભેગી શ્રદ્ધા આવી જાય છે. જ્ઞાનપ્રધાન કથન છે. આહા...હા...! “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્ ! “મોક્ષમાર્ગ પ્રકાશક'માં એ જ