________________
૯
સમયસાર સિદ્ધિ-૬,
ગાથા૧૫૫ ઉપર પ્રવચન
હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ ખરું મોક્ષનું કારણ) બતાવે છે – ખરેખરું મોક્ષનું કારણ કોણ છે ? (એ બતાવે છે. આ ગાથા(ની) “વિદ્યાનંદજીની સાથે ચર્ચા થઈ હતી. ક્યાં ? “કલકત્તાને ? દિલ્હી.. દિલ્હી” ! “
દિલ્હી ! બધા શેઠિયા હતા. ‘શાહૂજી શાંતિપ્રસાદ પેલા દિલ્હીવાળા હતા, ઘડિયાળવાળા ! જેના વોચ કંપની ! ઈ ઘણા બધા હતા અને આ પ્રશ્ન થયો હતો. આ ૧૫૫ મી ગાથાનો ‘વિદ્યાનંદજીની સાથે દિલ્હીમાં પ્રશ્ન થયો હતો).
શું કહે છે ? જુઓ ! “એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ ખરું મોક્ષનું કારણ) બતાવે છે :- ૧૫૫.
जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं। रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो।।१५५।। જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે,
રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫. ટીકા :- “મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં.... હવે આ સમ્યગ્દર્શનમાં વાંધા. હવે વાંધાવાળી ગાથા (છે). “સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે...” (એ લોકો) એમ (કહે છે) કે, જીવાદિ પદાર્થનું શ્રદ્ધાન થવું એ સમકિત છે. એમ નથી કીધું. ઈ “જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું – પરિણમવું... (અર્થાતુ) શુદ્ધ સ્વભાવનું પરિણમવું. એકલા જીવાદિ પદાર્થની) શ્રદ્ધા, વ્યવહાર નવ તત્ત્વની (શ્રદ્ધા) એ તો વ્યવહાર છે, રાગ છે. “જયસેનાચાર્યદેવની ‘જયસેનાચાર્યદેવે ટીકામાં નાખ્યું છે કે, જીવાદિ પદાર્થની શ્રદ્ધા વ્યવહાર સમકિત છે) અને આત્માનો સ્વભાવ નિશ્ચય છે. ટીકામાં બેય નાખ્યું છે. અહીં તો “અમૃતચંદ્રાચાર્યદેવે નિશ્ચય નાખ્યો છે.
પણ એ જીવાદિ પદાર્થનું શ્રદ્ધાન એટલે શું? કીધું. દિલ્હીમાં વાત થઈ. એ જીવાદિ શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું, કીધું. જોયું આ ? કીધું, અહીં વજન છે. આત્મ શુદ્ધ સ્વભાવ છે એ આત્માને અહીં જ્ઞાન કીધો છે. ઈ આત્માનું શુદ્ધનું થવું તેનું નામ સમ્યગ્દર્શન છે. એકલા જીવાદિ શ્રદ્ધાનની વાત એકલી એમ નથી. આહા..હા..! સમજાણું કાંઈ ? શેઠિયા બધા હતા પણ પછી બધાને બહાર કાઢ્યા. એક જિનેન્દ્ર વર્ણ (હતા). આ ચર્ચા કાઢી હતી કે, આ જીવાદિ પદાર્થના શ્રદ્ધાનસ્વભાવે આત્માનું પરિણમવું. એકલી જીવાદિ શ્રદ્ધાનનો