________________
૯૪
સમયસાર સિદ્ધિ-૬ તો અંદર વિકારી પરિણામથી તદ્ન ભિન્ન) સૂક્ષ્મ સૂક્ષ્મ ઝીણો છે. આહાહા..! એ અત્યંત સ્થૂળ પરિણામથી પકડાય એવો નથી. આહા..હા...! એ દયા, દાન, વ્રતાદિ શુભભાવ છે (એ અત્યંત સ્થૂળ છે). ઘણાને તો અત્યારે આ જ વાત છે. વ્યવહાર છે એ સાધન છે, વ્યવહાર છે એ સાધન છે. નિશ્ચય ભલે સાધ્ય છે. આહાહા..! અહીં કહે છે, વ્યવહાર (છે) એ બંધનું કારણ છે. એ સ્વભાવનું સાધન નથી. આહા..હા...! શું થાય પણ ? હવે મોટો ભાગ અત્યારે એ થઈ ગયો અને આ વાણિયાને નવરાશ ન મળે. જે માથે બેસે ઈ જય નારાયણ ! તુલના કરીને સત્ય શું છે ? અસત્ય શું છે ? (એની પરીક્ષા કરતા નથી).
આ રીતે તેઓ – જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે.” જોયું ? શુભ અને અશુભ ભાવથી રહિત આત્મસ્વભાવનું અનુભવન મોક્ષનું કારણ છે. આહાહા..! ‘તોપણ – કર્માનુભવના બહુપણા થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને... આહાહા...! અશુભ (ભાવ) છે એ બંધનું કારણ, શુભ (ભાવ) એ મોક્ષનું કારણ એમ માને છે). કર્માનુભવનું બહુપણું-થોડુંપણું) (એટલે કે) અશુભ બહુ, શુભ થોડું એમ બેમાં ભાગલા પાડતાં બંધ-મોક્ષનું કારણ માનીને...” અશુભ છે એ બંધનું કારણ છે), શુભ છે એ મોક્ષનું કારણ છે, એમ અજ્ઞાની માને છે.
વ્રત, નિયમ, શીલ, તપ વગેરે...” રસનો ત્યાગ કર્યો, આણે આનો આટલો ત્યાગ કર્યો, આટલા રસ ખાતા નથી, આમ લે છે, ઢીકણું લે છે. આહા..હા...! “વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે. એનું અવલંબન લ્ય
ક્રમબદ્ધનો નિર્ણય જ્ઞાતાપણાના નિર્ણય તરફ લઈ જાય છે
જે સમયે જે પર્યાય થવાની તે જ થવાની પણ તેનો નિર્ણય ક્યારે થાય કે હું અકર્તા છું એમ નિર્ણય કરે ત્યારે. એવો નિર્ણય ક્યારે થાય ? હું જ્ઞાયક છું એમ જ્ઞાયકની દૃષ્ટિ થાય ત્યારે અકર્તુત્વનો નિર્ણય થાય. જ્ઞાયકની દૃષ્ટિ થતાં જ્ઞાતાપણાનો નિર્ણય થાય છે. તેથી ક્રમબદ્ધનો નિર્ણય જ્ઞાતાપણાના નિર્ણય તરફ લઈ જાય છે એટલે કે જ્ઞાયકની દૃષ્ટિ થાય છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઓક્ટોબર-૨૦૦૬