________________
ગાથા ૧૫૪
૯૩
છે, જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી) એવો ભાવ આવે પણ છતાં એ દુઃખરૂપ છે અને હેય છે. તે કાળે તેને તે પ્રકારે છે એવું જાણવું. આવી સામાયિકની ખબર ન મળે. અને આ સામાયિક. સામાયિક... સામાયિક.! બહાર છોકરા તોફાન કરે છે.
મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.” “બંધના કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા,... આહાહા...! વ્રત, નિયમ, શીલ, તપ વગેરે. અહીં તપ (એટલે) આ બહારના તપ. અંદરનું તપ છે એ જુદી વાત (છે), ઈ તો આનંદસ્વરૂપમાં રમવું એ અંતર તપ છે. એ નિર્જરાનું કારણ છે. બાકી આ બધા અપવાસ કરે) એ બધી બાહ્ય લાંઘણું છે. આહા..હા...! આવો વીતરાગનો માર્ગ છે.
મુમુક્ષુ :- છઠ્ઠા ગુણસ્થાન સુધી વ્યવહાર મોક્ષનું કારણ નથી પણ સાતમાં ગુણસ્થાન પછી કારણ છે ?
ઉત્તર :- એકેએક, વ્યવહાર મોક્ષનું કારણ ક્યાંય જરીયે નથી, બંધનું કારણ છે. ઈ કીધું ને પહેલું.
બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે.” માને ઈ મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા...! “મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. તેમનો આશ્રય કરે છે. આવી જાય છે, સ્વભાવની દૃષ્ટિ છે, શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ અને જ્ઞાન છે, છતાં એમાં સ્થિર થઈ શકતો નથી એટલે શુભભાવ આવે પણ એનો આશ્રય નથી. એને જાણવાલાયક જાણીને છોડે છે. આ તો આશ્રય કરે છે કે, એનાથી મને લાભ થશે. શુભનું અવલંબન રહેશે તો મને લાભ થશે. આહાહા...!
ભાવાર્થ :- કેટલાક અજ્ઞાની લોકો... કેટલાક અજ્ઞાની લોકો “દીક્ષા લેતી વખતે....” મુખ્ય તો અહીં દીક્ષાની વાત છે ને ! “સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની...” સૂક્ષ્મ એવો આત્મસ્વભાવ. આ પુણ્ય-પાપ એ સ્થળ છે. આહા..હા... સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન તથા અનુભવ...” લક્ષ એટલે જ્ઞાન. એ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાલા તે જીવો પૂલ સંક્લેશપરિણામોને છોડીને...” (એટલે કે) અશુભને છોડે. “એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે. પાછા એવા જ' એમ શબ્દ છે ને ? આ..હા...! એવા જ. જેવા અશુભભાવ બંધનું કારણ છે એવા જ શુભભાવ છે. આહા..હા...! આમાં મોટી તકરારું, વાંધા મોટા ! આહાહા...! અત્યારે તો ગડબડ જ બધી ચાલે છે). વ્યવહારની વાતું હોય તો લોકોને ઠીક પડે. ઓ.હો..હો..! આમ સેવા કરો, આનું આ કરો, દેશસેવા, હિન્દી ભાષાનો પ્રચાર કરો (તો) લાભ થાય. બધી રાગની ને વિકલ્પની વાતું. આહા...હા...! એમાં એનો આશ્રય કરીને ધર્મ માનનારા. આહા...હા...!
એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે. (સંક્લેશપરિણામો તેમ જ વિશુદ્ધપરિણામો બને અત્યંત સ્થૂલ છે)' અત્યંત સ્થળ છે. આહા...હા...! ભગવાન