________________
ગાથા ૧પ૪
૯૧
અમારે ત્યાં બોટાદમાં ચાર-ચાર કરતા. વહેલા ઊઠતા, “કુંવરભાઈ સાથે. આહાહા...! કોને કહેવી સામાયિક ? હજી જેના દેવ-ગુરુ-શાસ્ત્ર સાચા નથી એને વળી સામાયિક કેવી ? આ તો સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર જેને મળ્યા, એની શ્રદ્ધાનો ભાવ એ પણ શુભભાવ (છે), કર્મચક્રનો શુભભાવ છે. આહા..હા....!
એ “સ્થૂળ લક્ષ્યવાળા હોઈને.... આહાહા...! કેમ ? કે, અશુભભાવ છોડ્યો પણ શુભભાવમાં સંતુષ્ટ થઈ ગયો. સંતુષ્ટ ચિત્તવાળો થયો. એથી એ તો સ્થૂળ લક્ષ્યવાળો છે. આહાહા..! એનું લક્ષ શુભ પરિણામ સ્થૂળ છે તેના ઉપર એનું લક્ષ છે. ભગવાન આત્મા ! શુભ પરિણામથી ભિન્ન સૂક્ષ્મ છે તેના લક્ષની એને ખબર નથી. આહા..હા....! આવી વાતું હવે. “સ્થૂળ લક્ષ્યવાળા હોઈને (સંક્લેશપરિણામોને છોડતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. પણ એ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાનો ભાવ શુભભાવ (છે), એ તો કર્મ છે, એ કર્મચક્રનો ભાવ છે. એને મૂળમાંથી, “સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આહા..હા...! આવો માર્ગ સાંભળ્યો કઠણ પડે. આ તો સામાયિક કરી ને આ બધા ઘડિયાલું લઈને બેસે ને ! બૈરાએ સામાયિક કરી નાખી અને હવે રાંધવામાં રોકાઈ ગયા. સવારમાં ઊઠીને પહેલી સામાયિક કરી. ક્યાં સામાયિક હતી, બાપા ! મિથ્યાત્વનું પોષણ છે. આહાહા..! કર્મકાંડને ધર્મ માનતા થકા ત્યાં સંતોષાય ગયા છે. આપણે કાંઈ કર્યું! આહા..હા...! “સમસ્ત કર્મકાંડ....” એટલે કર્મની ક્રિયાઓને મૂળથી ઉખેડતા નથી. આહાહા....
આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી....” કોઈ કર્મને કારણે નહિ. આહા....! “પોતે પોતાના અજ્ઞાનથીઆહા.હા...! જ્ઞાતા-દષ્ટાના સ્વભાવથી ભરેલો પ્રભુ ! તેને પોતે પોતાના અજ્ઞાનથી, સ્વરૂપના અજ્ઞાનથી. સ્વરૂપ આપ્યું મોટું મહાપ્રભુ છે, તેના સ્વભાવના અજ્ઞાનથી. આહાહા...! અનંત અનંત ગુણનો સાગર ! ગુણધામ પ્રભુ ! એવો શુભભાવની પાસે બિરાજે છે, એના અજ્ઞાનને લીધે. આહા...હા...! એ શું ચીજ છે ? અંદર ભગવાન પરમાત્મસ્વરૂપ જિનસ્વરૂપ બિરાજે છે), તેના અજ્ઞાનને લીધે. આહા..હા...!
કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માની...” બસ ! એ અશુભ કર્મને જ કર્મબંધનનું કારણ માનીને. “વ્રત, નિયમ, શીલ, તપ વગેરે...” વગેરે એટલે શુભભાવના અસંખ્ય પ્રકાર. આહા...હા.... દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ગુણસ્મરણ, પ્રભુનું સ્મરણ (આદિ). આહા...હા...! પ્રભુ પરદ્રવ્ય છે, એનું સ્મરણ પણ શુભભાવ છે. આવી વાત ! એ વગેરે શુભ કાર્યો પણ બંધનાં કારણ હોવા છતાં....” એ શુભભાવ પણ બંધનું કારણ છે, એ સંસાર છે. આહાહા..! મોક્ષસ્વરૂપ પ્રભુ તો એનાથી અંદર ભિન્ન છે. આહાહા! પહેલાં એ અંદર આવી ગયું છે. પોતે મોક્ષસ્વરૂપ છે માટે મોક્ષનું કારણ છે અને શુભ-અશુભભાવ બંધસ્વરૂપ જ છે માટે બંધનું કારણ છે). આહા..હા...! આવી વાત હવે. હજારો સામાયિક થાય, પોષા થાય, સાંજે પડિકમ્મણા કરે પછી સૌને કંઈક કંઈક આપે. પછી આઠ આઠ વર્ષના છોકરા આવે.