________________
સમયસાર સિદ્ધિ-૬ અરૂપી સૂક્ષ્મ છે. આહાહા...!
જેને અત્યંત સંક્લેશ પરિણામ (થતા હતા) એમાંથી નિવર્યો. દુકાન છોડી દીધી, ધંધા છોડી દીધા, સ્ત્રી છોડી, વિષય છોડ્યા, ભોગ છોડ્યા પણ એથી શું ? કહે છે. પણ અત્યંત ધૂળ જે વિશુદ્ધ પરિણામ છે એમાં એણે માન્યું છે અને એમાં અટકી ગયો છે. આ..હા....! એમાં એ પ્રવર્તે છે, એમ છે ને ?
અત્યંત સ્થૂલ વિશુદ્ધ” એટલે શુભ પરિણામરૂપ ભાવ, એવા કાર્ય, તેમાં એના પરિણામ પ્રવર્તે છે. આહાહા..! “એવા તેઓ, કર્મના અનુભવના ગુરુપણા-લઘુપણાની પ્રાપ્તિમાત્રથી.” એ તો કર્મનો અનુભવ છે. ગુરુ (એટલે) અશુભભાવ. એ ગુરુપણે ભારે હતા અને શુભભાવ જરી લઘુ હતો, પણ છે બેય કર્મ. શુભભાવ છે ભલે લઘુ પણ છે કર્મચક્ર. અશુભભાવ સ્થૂળ છે પણ છે કર્મચક્ર. બેય કર્મચક્ર (છે). આહાહા.! આવું સાંભળવું મળવું મુશ્કેલ પડે. થઈ ગઈ સામાયિક કરી ને આ કર્યો, તે કર્યા, બે ઘડી બેસે, ણમો અરહંતાણં, તિબ્બત્તો, સામાયિક (થઈ ગઈ).
મુમુક્ષુ :- છ કાયના જીવની રક્ષા એમાં થાય.
ઉત્તર :- કોની રક્ષા ? તારી રક્ષા તેં કરી નથી. પરની રક્ષા કરી શકતો નથી. પરની રક્ષા કરી શકતો નથી. કેમકે દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાયને પ્રાપ્ત થાય છે. ઈ તો આપણે આવી ગયું. દરેક દ્રવ્ય વર્તમાન પોતાની પર્યાયને પહોંચે છે, પ્રાપ્ત કરે છે, પામે છે. એ કંઈ બીજાની પર્યાયને પ્રાપ્ત કરે છે, બીજાની પર્યાયને મદદ કરે છે એમ નથી. આહાહા...!
મુમુક્ષુ :- છ કાયના રક્ષક કહેવામાં આવે છે ને.
ઉત્તર :- એ બધી વાતું (છે). છ કાયમાં પોતે આત્મા છે કે નહિ? આત્માનો રક્ષક ! પેલામાં છ કાયના ગોવાળ, છ કાયના પીયર. એ. ‘ચીમનભાઈ ! સંવત્સરી પછી એકબીજા સગાવહાલાંને કાગળ લખે ને ! છ કાયના રક્ષક, છ કાયના પીયર, છ કાયના ગોવાળ એવું લખતા. આહા...હા...! છ કાયમાં આ ભગવાન આત્મા છે કે નહિ? (શ્રોતા :- આત્મામાં કાય ક્યાં છે ?) એ અસંખ્યપ્રદેશી કાય છે. આહા...હા...! અસંખ્યપ્રદેશી કાય છે એમ પાઠ છે. અસંખ્યપ્રદેશીને કાય એ જ એને કાય કહીએ. આહા...! તે પણ ઘન છે. આહા..હા..! પરમાણુ અને કાળાણુને કાય નથી. આ તો અસંખ્યપ્રદેશી કાય છે. આહા..હા....!
નિર્મળાનંદ અનંત આનંદનું ધામ ભગવાન ! આ.હા.હા..! એના ભાવને ન પામતાં સ્થૂળ ગુરુ અને લઘુપણું. અશુભભાવ તે ગુરુ છે અને શુભભાવ તે લઘુ છે, પણ છે કર્મનું ચક્ર, એ કર્મનો અનુભવ છે). પુણ્ય અને શુભ કે અશુભ ભાવ બેય છે કર્મનો અનુભવ, આત્માનો અનુભવ નહિ. આહા..હા...! એ “ગુપણા-લઘુપણાની પ્રાપ્તિમાત્રથી જ.” પ્રાપ્તિમાત્રથી જ “સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા” (એમ કે આપણે કંઈક સામાયિક કરી, આપણે પોષા કર્યા. આહા...હા...! ચોવીસ કલાકમાંથી બે કલાક બચાવ્યા, બે સામાયિક કરી.