________________
८८
સમયસાર સિદ્ધિ-૬
અહીં પ્રશ્ન છે નહિ. વ્યવહા૨ એ રાગ છે. માથે કહ્યું નહિ ? એના પક્ષપાતીને સમજાવવા માટે દોષ બતાવે છે. આહા..હા...! જે શુભભાવનો પક્ષપાતી છે એને દોષ બતાવે છે કે એ તો રાગ છે, વિકાર છે. એ સામાયિક નહિ. આહા..હા...! સામાયિક તો આત્મા અંદર પૂર્ણાનંદ પ્રભુ ! તેનું નિર્વિકલ્પ દર્શન, તેનું રાગના અવલંબન વિનાનું આત્માનું જ્ઞાન અને આત્મામાં ચરવું, આનંદમાં રમવું એવું જે ચારિત્ર (તે સામાયિક છે). દર્શન-જ્ઞાન-ચારિત્ર લક્ષણવાળું (કહ્યું) છે ને ? પરમાર્થભૂત જ્ઞાન... એટલે આત્માનું થયું. એટલે કે એકાગ્રતા લક્ષણવાળુ. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા લક્ષણવાળું. એટલે કે તે સમયસાર સ્વરૂપ છે. આહા..હા...! આવી સામાયિક !
અહીં તો કહે છે કે, એવી પ્રતિજ્ઞા લેતા છતાં. એમ કહેશે. તેની પ્રતિજ્ઞા લઈને પણ...’ પ્રતિજ્ઞા તો આ છે. પ્રતિજ્ઞા જે લે છે, એ પ્રતિજ્ઞા તો આ છે કે શુદ્ધ સ્વરૂપ ભગવાનઆત્મા ! શુભ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી પણ ભિન્ન (છે), એવા શુદ્ધ સ્વરૂપના દર્શનજ્ઞાન ને ચારિત્ર, એવા આત્માનું થવું, એ રૂપે સ્વભાવ છે તેનું તે રીતે થવું એટલે કે તેમાં એકાગ્રતા લક્ષણ એવું જે સમયસાર સ્વરૂપ તેની પ્રતિજ્ઞા લઈને પણ. આહા..હા...! પ્રતિજ્ઞા એની સામાયિકની લે છે, પણ આવા સામાયિકની. આહા..હા...!
દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નાર્મદાઈ...' આ..હા..હા...! પણ જે શુભભાવ છે, પુણ્ય છે, બંધનનું કારણ છે. એવો એનો અંત લાવવો. કર્મચક્ર એટલે શુભ અને અશુભ બેય. એ કર્મચક્ર છે. ચાહે તો અશુભભાવ હો કે ચાહે તો શુભ હો, છે બેય કર્મચક્ર. એ કોઈ આત્માનું સ્વરૂપ નથી. કર્મચક્રને પાર ઊતરવાની નાÉદાઈ...' જોયું ? આહા..હા...! ‘ક્લીબ’ શબ્દ છે.
શુભભાવથી પાર ઊતરવાની નાÉદાઈ (એટલે) નપુંસક છે, (એમ) કહે છે. આહા..હા...! જેનું વીર્ય એ શુભભાવ દયા, દાન, વ્રતમાં રોકાઈ ગયું છે એ નામર્દ છે, એ મર્દ નહિ. એ પુરુષ નહિ, એ નપુંસક છે, કહે છે. આહા..હા...! જેમ નપુંસકને વીર્ય ને હોય ને પુત્ર ન હોય, એમ શુભભાવમાં ધર્મની પ્રજા ન હોય. આહા..હા...! નામર્દાઈ ! પહેલી ૩૯થી ૪૩ (ગાથા) આવી ગઈ છે અને ૧૫૪, બે ઠેકાણે ‘ક્લીબ' શબ્દ છે. પાઠમાં ‘ધર્મવોત્તરળવજ્રીવતયા” (એમ છે). પુણ્ય અને પાપના બે ભાવ, એનાથી પાર ઊતરવાની નપુંસકતા છે, નામર્દાઈ છે. આહા..હા...! મર્દ તો એને કહીએ કે એ શુભ-અશુભ ભાવથી રહિત આત્માના શુદ્ધ સ્વરૂપનું પરિણમન કરે તેને મર્દ કહીએ. આહા..હા...! આવી વાત
છે.
એ દુરંત કર્મચક્રને પાર ઊતરવાની ક્લીબતાને લઈને, નપુંસકતાને લઈને નામર્દાઈ ‘(અસમર્થતાને લીધે)... આહા..હા..! પરમાર્થભૂત જ્ઞાન...' એટલે આત્મા. ૫રમાર્થભૂત આત્મસ્વભાવ એનો અનુભવમાત્ર. આત્મસ્વભાવનો અનુભવમાત્ર. એમાં કોઈ શુભભાવ દયા,