________________
૮૬
સમયસાર સિદ્ધિ-૬ લઈને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે (અસમર્થતાને લીધે) પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્થૂલ સંક્લેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુપણા–લઘુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, પોતે) પૂલ લક્ષ્યવાળા હોઈને સંક્લેશપરિણામોને છોડતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે – મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.
ભાવાર્થ – કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો સ્થૂલ સંક્લેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે. (સંક્લેશપરિણામો તેમ જ વિશુદ્ધપરિણામો બને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ સૂક્ષ્મ છે). આ રીતે તેઓ – જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તોપણ – કર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે.
પ્રવચન નં.૨૩૪ ગાથા–૧૫૪,૧૫૫ બુધવાર, વૈશાખ વદ ૧૩, તા. ૨૩-૦૫-૧૯૭૯
સમયસાર ગાથા-૧૫૪. ‘હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને૧૫૪ (ગાથાની) ઉપરની લીટી. ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને.” એટલે કે શુભભાવથી ધર્મ થાય એવો પક્ષપાતી પ્રાણી. આ..હા...! એનો જેને પક્ષ છે કે એનાથી ધર્મ થાય છે, એને “સમજાવવા માટે તેનો દોષ બતાવે છે :– આ.હા...!
परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति। संसारगमणहेदूं पि मोक्खहेतुं अजाणंता।।१५४।। પરમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષનો,
અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪. આ..હા...! પુણ્ય-પાપ અધિકાર’ છે ને ! ટીકા – “સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી...”