________________
૮૪
સમયસાર સિદ્ધિ-૬ કહ્યું. એને વ્રતનો વિકલ્પ – વ્યવહાર છે નહિ, બીજાને વ્યવહાર હો પણ એ બંધનું કારણ છે. વ્યવહાર કંઈ મદદગાર છે અને વ્યવહાર પાળવો પડે એમ નથી. છતાં ચરણાનુયોગમાં એમ આવે (કે), એને પાળવું, આનું આમ કરવું, એનું આમ કરવું... આહા..હા...! એ તો વસ્તુની સ્થિતિ જણાવે છે. આહાહા...! - જ્ઞાનસ્વરૂપે ભવનમ્ છે ને ? જોયું ! વજન ત્યાં છે. ભગવાન આત્માનું જે ચૈતન્યસ્વરૂપ છે તેનું ભવનમ્ (એટલે કે, તેનું તે રૂપે થવું. છે ? જ્ઞાનસ્વરૂપે પરિણમતો, જ્ઞાનસ્વરૂપે થતો. આહાહા...! શુદ્ધ ચૈતન્યઘન ભગવાન, એ રૂપે થતો. જેવું એનું સત્ છે તે રૂપે તે થતો. આ.હા...! તે રૂપે એટલે જ્ઞાનસ્વરૂપ એટલે એનું જ સ્વરૂપ છે તે રૂપે પરિણમતો. એનો સ્વભાવ જે શુદ્ધ પરમઆનંદાદિ છે તે રૂપે થયો થકો. આહા..હા...! પરિણમતો ભાસે છે.” અને શુદ્ધપણે પરિણમતો જ્ઞાનીને ભાસે છે. આહા..હા...!
યં શિવશ્ય હેતુ?” “તે જ મોક્ષનો હેતુ છે.” “શિવશ્ય હેતુ: જોયું ? આ જ મોક્ષનો હેતુ છે. આટલા તો “જ” નાખે છે. કારણ કે તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે.” કેમ મોક્ષનો હેતુ છે? કે, મોક્ષસ્વરૂપ છે. પ્રભુ આત્મા છે એ તો મોક્ષસ્વરૂપ છે. આહા..હા...! મોક્ષસ્વરૂપ ન હોય તો પર્યાયમાં મોક્ષદશા આવશે ક્યાંથી ? આ.હા..હા...! પોતે પણ મોક્ષસ્વરૂપ છે. પણ કેમ કીધું ? કે, એનું પરિણમન છે એ મોક્ષનો હેતુ છે અને તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે, એમ. આહાહા..! એનું પરિણમન છે એ મોક્ષનું કારણ છે અને એ કેમ ? કે, વસ્તુ પોતે મોક્ષસ્વરૂપ છે.
તેના સિવાય જે અન્ય કાંઈ છે તે બંધનો હેતુ છે.” કેમ પાછું ? “સ્વયમ્ પિ વ:” પોતે બંધસ્વરૂપ છે. બંધસ્વરૂપ છે તે બંધનું કારણ છે, મોક્ષસ્વરૂપ છે તે મોક્ષનું કારણ છે. આ...હા...! “જ્ઞાનસ્વરૂપ થવાનું –જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે...” જેવો સ્વભાવ છે તેવું થવાનું. “એટલે કે અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે.' લ્યો ! બાર અંગમાં અનુભૂતિ (કરવાનું કહ્યું છે). બાર અંગનું આવ્યું છે ને ! કે, બાર અંગ ભલે વિકલ્પ છે પણ એમાં કીધી છે અનુભૂતિ. પેલા ઈતિહાસીકે પણ એમ કહ્યું છે. જૈનધર્મ એ અનુભૂતિ છે. જાપાનનો કોક જૂનો ઇતિહાસીક છે. એ (અહીયાં) આવ્યું.
‘અનુભૂતિ કરવાનું જ.” “અનુભૂતિઃ દિ છે ને ? “હિ ‘આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. આ..હા..હા..! વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)