________________
શ્લોક–૧૦૫
૮૩
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્થ:- (ત્ તત્ ધ્રુવમ્ અવેન જ્ઞાનાત્મા મવનમ્ આમાતિ) જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે (યે શિવશ્ય હેતુ:) તે જ મોક્ષનો હેતુ છે (યત:) કારણ કે (તત્ સ્વયમ્ પિ શિવઃ તિ) તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે; (ત: ચે) તેના સિવાય જે અન્ય કાંઈ છે (
વચ્ચે) તે બંધનો હેતુ છે (યત:) કારણ કે (તત્ સ્વયમ્ પિ વી: તિ) તે પોતે પણ બંધસ્વરૂપ છે. (તત:) માટે (જ્ઞાનત્વે મવન) જ્ઞાનસ્વરૂપ થવાનું જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે અનુભૂતિઃ હિં) અનુભૂતિ કરવાનું જ (વિહિતમ્) આગમમાં વિધાન અર્થાતુ ફરમાન છે. ૧૦૫.
શ્લોક ૧૦૫ ઉપર પ્રવચન
यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुंः स्वयमपि यतस्तच्छिव इति ।
अतोऽन्यद्वन्धस्य स्वयमपि यतो बन्ध इति तत्
ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम् ।।१०५ ।। ૧૦૫ (કળશ). લ્યો, પહેલામાં ‘વિદિતમ્ આવ્યું છે ને ! કળશમાં આવ્યું હતું પહેલું. ‘વિદિત શિવતુ નહિ ? આવ્યું હતું. “શિવહેતુઃ ૧૦૩ (કળશ). “જ્ઞાનમેવ વિદિત શિવહેતુ ૧૦૩. આહા..હા...! યત્ પતર્ ધ્રુવમ્ વત્નમ્ જ્ઞાનાત્મા મવનમ્ આમાતિ) જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા.” “પતિ ધ્રુવF “ધ્રુવપણે અને અચલપણે “જ્ઞાનાત્મા મવન જ્ઞાનસ્વરૂપે થતો.” “જ્ઞાનાત્મા વિનમ્' (અર્થાતુ) જેવું સ્વરૂપ છે તેવું ભવનમ્ (અર્થાતુ) તે રૂપે સત્ત્વ થતું. સનું સત્ત્વ સત્ત્વરૂપે પરિણમતું. આહાહા.! એ પુણ્ય અને પાપ એ કાંઈ આત્માનું સત્ત્વ નથી, એ કાંઈ આત્માનો કસ નથી. આહા...હા..! આવું સાંભળે એટલે પછી માણસને, સંપ્રદાયનું સાંભળ્યું હોય એમાં આવું સાંભળે એટલે (રાડ પાડે કે), એ.ય આ તો વ્યવહારને ઉડાવે છે, ઉડાડે છે. વ્યવહારને ઉડાડે છે એટલે ? ઈ બંધનું કારણ છે. પૂર્ણ (દશા) જ્યાં ન હોય ત્યાં વ્યવહાર હોય ખરો, પણ છે બંધનું કારણ. આહા..હા..!
જ્યાં પૂર્ણ સ્થિરતા નથી. ત્યાં “આસ્રવ અધિકાર માં આવ્યું છે ને ! જઘન્ય જ્ઞાનનું પરિણમન. “સમયસાર’માં) “આસવ અધિકાર’માં) આવ્યું છે. જ્યાં જઘન્ય જ્ઞાનનું પરિણમન છે ત્યાં અનેરાપણે જાય છે, વિકલ્પમાં જાય છે, ત્યાં સુધી ત્યાં બંધ છે. એટલો વિકલ્પ થાય છે એટલો હજી બંધ છે. યથાખ્યાત પૂર્ણ સ્થિરતા થઈ ગઈ એને આ નથી એમ અહીં