________________
ગાથા૧૫૫
૧૦૧
એમ.એ.ના ને એલ.એલ.બી.ના એ બધા કુશાન છે. એ.. ‘કનુભાઈ’ ! જજનું જ્ઞાન કુશાન છે એમ કહે છે. એ તો ઠીક કુશાન પણ શાસ્ત્રનું જ્ઞાન એ કરે એ પણ કુશાન છે. ૫૨લક્ષી છે (માટે). આહા..હા...!
ભગવાનઆત્મામાં અનંત અનંત ગુણની રાશિ મોટો ઢગલો ! શુદ્ધ સ્વરૂપ, તેનું પરિણમવું. જ્ઞાન એટલે આત્મા. એ આત્માનું તે જ્ઞાનપણે એટલે સ્વભાવપણે, શુદ્ધ સ્વભાવપણે થવું તેનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. આહા..હા...! બે બોલ તો આવ્યા હતા.
હવે, ચારિત્ર કોને કહેવું ? આહા...હા...! ‘રાગાદિના ત્યાગસ્વભાવે...’ આત્માનું પરિણમવું. આહા..હા...! મહાવ્રતાદિ તો રાગ છે, એ કંઈ ચારિત્ર નથી. આહા..હા...! એ તો અચારિત્ર છે. એ રાગાદિનું (એટલે) રાગ, દ્વેષ, વિકલ્પાદિ, એના ત્યાગસ્વભાવે. રાગના વિકલ્પના અભાવસ્વભાવે, ત્યાગસ્વભાવે. રાગનો વિકલ્પ છે ચાહે તો પંચ મહાવ્રતનો (હો), પણ એ રાગના ત્યાગસ્વભાવે, રાગના અભાવસ્વભાવે. જ્ઞાનનું...’ એટલે આત્માનું થતું. આહા..હા...!
આત્મા પોતાના આનંદ અને અનંત ગુણના શુદ્ધ સ્વરૂપમાં રમણતાથી થતું જે ચારિત્ર, એને ચારિત્ર કહે છે. પંચ મહાવ્રત ને પાંચ સમિતિ ને ગુપ્તિ ને અઠ્યાવીસ મૂળગુણના વિકલ્પ (આવે) એ ચારિત્ર નથી. આહા..હા...! એ અચારિત્ર છે, દોષ છે. આવી ચારિત્રની
વ્યાખ્યા ! આ..હા...!
જે રાગ, દ્વેષાદિના ત્યાગસ્વભાવ (અર્થાત્ એનો અભાવસ્વભાવ. રાગનો અભાવસ્વભાવ, રાગનો ત્યાગસ્વભાવ, એ રૂપે આત્માનું થવું. ભગવાનઆત્મા જેવો વીતરાગ સ્વભાવે છે એવા વીતરાગ સ્વભાવની શ્રદ્ધા, વીતરાગ સ્વભાવનું પરિણમવું જ્ઞાન અને વીતરાગપણે થવું, રમવું એનું નામ ચારિત્ર છે. આહા..હા...!
=
રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થયું.' રાગના સદ્ભાવે ચારિત્ર થવું એમ નથી. આહા..હા...! આવી વ્યાખ્યા. રાગ – વિકલ્પ શુભ કે અશુભ, એના ત્યાગ - અભાવસ્વભાવે આત્માનું પરિણમવું. રાગપણે ન થવું અને વીતરાગ સ્વભાવપણે, રાગના સ્વભાવના અભાવ સ્વભાવપણે શુદ્ધ ચારિત્રપણે, શુદ્ધ પવિત્રપણે પરિણમવું એનું નામ ચારિત્ર છે. આહા..હા...! છે ? તે ચારિત્ર છે.'
તેથી એ રીતે એમ ફલિત થયું...’ તેથી એ રીતે એમ પરિણામ આવ્યું, એનો સ૨વાળો એ ફળરૂપે આવ્યો કે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (–પરિણમન) જ છે.’ એ ત્રણે એકલું આત્માનું ભવન છે, આત્માનું પરિણમવું છે, રાગાદિ નહિ. ત્રણેમાં... આ.હા..હા..! સરવાળો જુઓ લીધો ! અરે...! ભગવાનઆત્મા અનંત ગુણનું અનંત ધામ ! સ્વયં જ્યોતિ સુખધામ ! એ સુખસ્થાન, આનંદધામ, એનું આનંદપણે પરિણમીને પ્રતીતિ – સમ્યગ્દર્શન આત્માનો સ્વભાવ (થાય) એનું નામ સમ્યગ્દર્શન. અને આનંદનું જ્ઞાન, સ્વભાવનું જ્ઞાન, રાગનું નહિ, શાસ્ત્રનું નહિ, સ્વભાવનું જ્ઞાન સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવમાંથી