________________
૧૦૬
સમયસાર સિદ્ધિ-૬. અસાધારણ....” એટલે કોઈ બીજામાં આ (ગુણ) નથી, આને બીજો કોઈ આવો ગુણ નથી. “અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે.” કે જે સ્વ અને પરને જાણવાની સ્વતઃ તાકાત છે. બીજા ગુણો જાણવાની તાકાત રાખતા નથી અને રાગાદિની વાત તો અહીં છે જ નહિ. આહાહા..!
આત્માનું અસાધારણ....” એટલે બીજું કોઈ નહિ એવું સ્વરૂપ તે “જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં.” આ અધિકારમાં “જ્ઞાનને જ મુખ્ય કરીને વ્યાખ્યાન છે. જ્ઞાનનું થવું, જ્ઞાનનું થવું, રાગનું થવું નહિ, રાગનું થવું નહિ. આહા...હા...! એ જ્ઞાનને જ મુખ્ય કરીને વ્યાખ્યાન છે. તેથી “જ્ઞાનને જ..” આત્માના જ્ઞાનને જ. પ્રધાન.” મુખ્ય ‘કરીને વ્યાખ્યાન છે. તેથી...” એમ કેમ કહ્યું? કે, બીજા ગુણો અંદર ભેગા છે ખરા પણ જ્ઞાનને પ્રધાન કરીને કહ્યું એટલે રાગને ગૌણ કરીને કહ્યું એમ અહીં નથી (કહેવું). અહીં તો ગુણ જે અનંત છે એમાં અસાધારણ જે જ્ઞાન છે એને જ મુખ્ય કરીને કહ્યું. અંદર બીજા અનંત ગુણો છે. સમજાણું કાંઈ ? પણ જ્ઞાનને મુખ્ય કરીને કહ્યું એટલે અંદર રાગ પણ ગૌણપણે છે, એમ નથી. આહા..હા....! આવો માર્ગ સાંભળવો કઠણ પડે. આ ભવના અંતની વાતું છે ને પ્રભુ ! જેમાં ભવના અંત ન આવે, બાપા ! એ ભવભ્રમણ કરી કરીને મરી ગયો છે. આહા..હા..! | ‘અષ્ટપાહુડમાં તો કહે છે, પ્રભુ ! તેં સાધુના દ્રવ્યલિંગ એટલી વાર ધાર્યા. આહા..હા...! કે, એના પછી પણ તે અનંતા ભવ કર્યા છે. દ્રવ્યલિંગ દિગંબર સાધુ પંચ મહાવ્રતધારી, એવા દ્રવ્યલિંગ એટલી વાર ધાર્યા કે અનંત અનંત વાર પાળ્યા અને એના પછી અનંત વાર તેં અનંતા ભવ કર્યા છે. આહા...હા...! અને તારા જન્મની જનની માતા(ના), તારા દુઃખને દેખીને તારા રૂદનના આંસુ એવા પડ્યા, તારી માને (એટલા આંસુ આવ્યા).. આહાહા..!
આમ વીસ વર્ષનો જુવાન, છ મહિના-બાર મહિનાનું પરણેતર હોય, એકનો એક દીકરો હોય અને એની મા જોતી હોય (કે), અરે...! હવે (ભરવાની) તૈયારી છે. અર.૨.૨...! આહાહા...! ચાલ્યો આ ! એમ કીધું હતું, ભાઈ ! કેવા “લાખાણી” ? “મૂળજી લાખાણી' ! મૂળજીનો મોટો છોકરો હતો ને ? “ભાનુભાઈ ! જુવાન માણસ ! “ભૂરાભાઈને ત્યાં પરણ્યો હતો. પોરબંદર ! એની વહુ કહે, આ છોકરો ચાલ્યો. આહા...! પરણેલો ! શું કહેવાય જૈનપ્રકાશ ? આપણું “આત્મધર્મ' ! “ભાનુ'નું હતું. પહેલા ઈ ભાનુ'નું હતું. સંપાદક તરીકે (ઈ હતા). પરણેલો મોટા ગૃહસ્થમાં. આહા...હા..! જેના લગ્નમાં આમ પ્લેનમાં કેરીઓ ઉતારી હતી ને મોટા જમણ કર્યા હતા. એની મા કહે, જુઓ ! છોકરો (ચાલ્યો). દેહ છૂટી ગયો, ફડાક દઈને ! આહા! એવા મરણ થતાં તારી માંના આંસુ, જનની આંસુના ઢગલા કરે તો આખા દરિયા ભરાય, કહે છે. દરિયો ભરાય એટલા તારી માતાએ તારી પાછળ (આંસુ પાડ્યા) છે, બાપા આહા...હા...! ભાઈ ! તને ખબર નથી. અનંત અનંત ભવમાં કયાં ભેડું પડી ગઈ છે અને ક્યાં દુઃખોના ઢગલા વેક્યા છે ? ભાઈ ! ભૂલી ગયો તું. આહા...હા...!