________________
ગાથા૧૫૪
૮૯
-
દાન, વ્રતનો ભાવ આવે નહિ. આહા..હા...! જે સામાયિક...’ કેવી (સામાયિક) ? આટલા સુધી (લીધું તેવી). પહેલું લીધું – દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વભાવ(વાળા) પરમાર્થભૂત આત્માનું થવું, અંત૨માં એકાગ્રતા થવી, સમયસારરૂપ રહેવું, કર્મચક્રના પારને ઊતરીને પરમાર્થભૂત જ્ઞાનના અનુભવન(માત્ર રહેવું). આ..હા..હા...!
અંતર ભગવાન પૂર્ણ આનંદ અતીન્દ્રિય અનંત ગુણનો દરિયો ભર્યો છે. એમાં જવાને અસમર્થ અને નામર્દાઈને લઈને તેનો જે આત્મસ્વભાવ છે) તેનું પરિણમન થવું એવી જે સામાયિક. આ..હા..હા...! તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવ... આહા..હા...! આટલી (વાત) લીધી. એ સામાયિક સ્વરૂપ કેવું છે ? કે, એ તો આત્માનો સ્વભાવ છે. આહા..હા...! દયા, દાન, વ્રત, તપનો ભાવ એ કંઈ આત્મસ્વરૂપ નથી. આ..હા...! આ સામાયિકસ્વરૂપ જે અંદર પુણ્ય અને પાપના ભાવ રહિત, ચૈતન્ય સ્વભાવ જે ધ્રુવ (છે), જે સ્વભાવથી ભરેલો ધ્રુવ (છે), એવા ધ્રુવના સ્વભાવને નહિ પામતા, એવા આત્મસ્વભાવને નહિ પામતા થકી...'
આહા..હા...!
જેમને અત્યંત સ્થૂલ સંક્લેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે...' (અર્થાત્) અશુભભાવ એણે છોડ્યો છે. આહા..હા..! હિંસા, જૂઠું, ચોરી, વિષયવાસના, ભોગ એ અશુભભાવ એણે છોડ્યો છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે...' એ અશુભભાવ પણ અત્યંત સંક્લેશ સ્થૂળ છે. એનાથી નિવર્તો છે પણ અત્યંત સ્થૂળ એવા વિશુદ્ધ પરિણામમાં પ્રવર્તે છે. આહા..હા...! તેથી તે ધર્મમાં (એટલે કે) સામાયિકમાં આવ્યો નથી. આહા..હા...! હવે, આવી સામાયિક ! આ તો આઠ આઠ વર્ષના છોકરાઓ પણ સામાયિક કરે અને વળી એને કાંઈક આપે. રૂપિયો કે બે આઠ આના (આપે). થઈ ગઈ સામાયિક ! અરે... પ્રભુ ! આહા..હા...!
સામાયિક તો એને કહીએ કહે છે કે, જે આત્મા પુણ્ય-પાપના ભાવ રહિત અને પૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન, એનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મસ્વભાવનું થવું... આ..હા...! અને તેમાં એકાગ્ર થવું એવું જે સમયસારસ્વરૂપ (તેને સામાયિક કહીએ). એને નહિ પહોંચતા સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થક.... આહા..હા...!
આહા..હા...!
જેમને અત્યંત સ્થૂલ સંક્લેશપરિણામરૂપ કર્યો...' કર્મ એટલે પરિણામ, ભાવકર્મ. અહીં કર્મ શબ્દમાં કેટલાક ઈ લ્યે છે કે, જડકર્મ.. જડકર્મ.. જડકર્મ. પહેલેથી જડકર્મ લીધું છે ને ! પણ ઈ જડકર્મની સાથે ભાવકર્મ છે એ બધા કર્મમાં જાય છે. આહા..હા...! સંક્લેશ, અત્યંત સ્થળ સંક્લેશ અશુભ પરિણામના કાર્યથી, પરિણામથી નિવૃત્ત છે. પણ ‘અત્યંત સ્થૂલ વિશુદ્ધપરિણામ...' આહા..હા...! શુભભાવ અત્યંત સ્થળ વિશુદ્ધ પરિણામ છે, અત્યંત સ્થૂળ છે, ભગવાન(આત્મા) સૂક્ષ્મ છે. એ વિશુદ્ધ - શુભભાવથી ભિન્ન અંતર સૂક્ષ્મ તત્ત્વ