________________
ગાથા ૧પપ
વ્યવહાર વિકલ્પ છે એ નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? આ જ ગાથા ખાનગી પૂછી હતી. બધા માણસને બહાર કાઢી શેઠીયાઓને કીધું, આ જીવાદિ પદાર્થના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાન એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ, તેનું પરિણમવું એનું નામ સમ્યગ્દર્શન છે. એકલી જીવાદિ શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા એ તો મિથ્યાત્વ છે.
આમાં “કળશટીકામાં આવી ગયું છે. નવ તત્ત્વના ભેદવાળી શ્રદ્ધા એ તો મિથ્યાત્વ છે. આમાં આવી ગયું છે. આ “કળશટીકા' નહિ ? કેટલામું છે ઈ ? છઠ્ઠો (કળશ). છઠ્ઠો જુઓ ! “સંસાર અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. એ વાત અહીં નથી, કીધું.
અહીં તો આત્માના આનંદ અને જ્ઞાન સ્વભાવ જે શુદ્ધ છે તેનું પરિણમવું, તેનું થવું એનું નામ સમકિત છે. એકલી જીવાદિ શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા થઈ એટલે સમકિત થયું એમ નથી. આહા..હા.! થાય પણ ? માર્ગ એવો છે અને બહારથી (દીક્ષા) લઈને બેઠા હોય એને કરવું શું ? વસ્તુ નથી. સ્વભાવની વાત છે નહિ એટલે પેલી ક્રિયાકાંડમાં કયાંક મનાવવું છે. એમાં વ્યવહારમાં મનાવ્યા વિના બીજો ઉપાય નથી. આહા..હા...!
અહીં તો કહે છે કે, જીવાદિ પદાર્થો (કહીને) ભલે જીવાદિ લીધા, પણ એની શ્રદ્ધાસ્વભાવે – એના શ્રદ્ધાનના સ્વભાવે આત્માનું પરિણમવું થવું. આત્મા નિર્વિકલ્પ શ્રદ્ધાપણે પરિણમે એને સમ્યગ્દર્શન કહીએ. આહા..હા...! અનાદિના એકલા ભેદવાળા નવ તત્ત્વને માને, એ નહિ. આહાહા..! અને આ નવા નવ તત્ત્વ લ્યો – સંવર, નિર્જરા અને મોક્ષ, પણ એને પણ બહિર્તત્ત્વ કહ્યું છે. નિયમસાર’ ૩૮ મી ગાથા. ઈ બહિર્તત્ત્વ છે. કેમકે) પર્યાય છે ને ! આ.હા...! એટલે એના ઉપરનું લક્ષ નહિ. લક્ષ તો ત્રિકાળી ભગવાન ઉપર(ના) લક્ષથી જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, જે એનું સત્ત્વ છે, સનું સત્ત્વ છે તે સત્ત્વરૂપે, પર્યાય સત્ત્વરૂપે પરિણમે તેને અહીંયાં સમ્યગ્દર્શન કહે છે. આહા..હા...! આકરું કામ છે, બાપુ ! બહુ માર્ગ એવો છે. આહા..હા...! અત્યારે સાંભળવા મળવો મુશ્કેલ પડે. સાંભળવામાં પણ એને પાછું વ્યવહારે પરલક્ષી બેસવું (કે) વસ્તુ આ છે (એ પણ કઠણ પડે). આહા...હા...!
એકલો ભગવાન આત્મા ! અનંત ગુણની પવિત્રતાનો પિંડ પ્રભુ ! આહાહા..! એ અનંત ગુણ જે પવિત્ર છે, તે પર્યાયપણે – પવિત્રપણે પરિણમે. આહા...હા..! એ દ્રવ્યપણે પવિત્ર, ગુણપણે પવિત્ર અને પર્યાયપણે પણ એ પવિત્રપણે, નિર્દોષપણે, નિર્વિકલ્પપણે, આનંદપણે, શાંતિપણે, સ્વભાવપણે, જ્ઞાનના પરિણમનપણે થાય એને સમ્યગ્દર્શન કહે છે. આહા..હા...! આવી સમ્યગ્દર્શનની વ્યાખ્યા !
શ્વેતાંબરમાં એવું આવે, ૨૮મી ગાથા, ૨૮ ‘ઉત્તરાધ્યયન’“ભાવેણસદહંત સમંત.... એનો અર્થ કર્યો હોય, અંતઃકરણથી શ્રદ્ધે તેને સમકિત (કહીએ). પણ અંતઃકરણ એટલે તો મન થાય). ૨૮મું અધ્યયન છે. મોટી વ્યાખ્યા ચાલતી. (સંવત) ૧૯૫૦ માં. કઈ સાલ