________________
ગાથા૧૫૫
ગાયી-૧૫૫
अथ परमार्थमोक्षहुतं तेषां दर्श
-
૯૫
जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं । रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो । । १५५ ।। जीवादिश्रद्धानं सम्यक्त्वं तेषामधिगमो ज्ञानम् ।
||૧૬૬।।
रागादिपरिहरणं चरणं एषस्तु मोक्षपथः । ।१५५ ।।
मोक्षहेतुः किल सम्यग्दर्शनज्ञानचारित्राणि । तत्र सम्यग्दर्शनं तु जीवादिश्रद्धानस्वभावेन ज्ञानस्य भवनम्। जीवादिज्ञानस्वभावेन ज्ञानस्य भवनं ज्ञानम् । रागादिपरिहरणस्वभावेन ज्ञानस्य भवनं चारित्रम्। तदेवं सम्यग्दर्शनज्ञानचारित्राण्येकमेव ज्ञानस्य भवनमायातम् । ततो ज्ञानमेव परमार्थमोक्षहेतुः ।
હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકા૨ણ ખરું મોક્ષનું કારણ) બતાવે છે ઃજીવાદિનું શ્રદ્ધાન સમકત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫.
ગાથાર્થ :- (નીવાશ્રિદ્ધાનું) જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન (સમ્યવત્ત્વ) સમ્યક્ત્વ છે, તેષામ્ અધિગમ:) તે જીવાદિ પદાર્થોનો અધિગમ (જ્ઞાનમ્) જ્ઞાન છે અને (વિપરિત્તર) રાગાદિનો ત્યાગ (વર) ચારિત્ર છે; (Vષ: તુ) આ જ (મોક્ષપથ:) મોક્ષનો માર્ગ છે.
ટીકા :– મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું–પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે શાનનું થવું – પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું – પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (–પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે.
ભાવાર્થ :- આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. તેથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર – એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે’ એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. શાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે – એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદેવે જ્ઞાનસ્વરૂપ આત્માને જ્ઞાન' શબ્દથી કહ્યો છે.