________________
ગાથા ૧પ૩
૮૧ અમારે ત્યાં આવ્યા (અને આવું થયું. એ તો બધી ધૂળધાણી ! બધી રાગની ક્રિયાઓ છે. (એમાં પણ) પાછું અભિમાન (કરે), અમે આ કરીએ છીએ કે આ અમે કરીએ છીએ ને બીજા કરતા નથી. આહા...હા...!
(અહીંયાં કહે છે), “અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે.” એમાં ઈ પરિણમન છે, જોયું ? પેલામાં પણ જ્ઞાનનું પરિણમન લીધું હતું. એટલે સ્વભાવનું પરિણમન. આમાં વિભાવનું પરિણમન (છે). એ વિભાવને અજ્ઞાન કીધો. ‘અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત...” (એટલે) પાંચ મહાવ્રત. આહા..! બાર વત. “નિયમ...” (એટલે) અભિગ્રહ (ધારવો).
એ “શ્રીમમાં પણ આવે છે ને ! યમ, નિયમ, સંયમ આપ કિયો “શ્રીમમાં આવે છે. યમ, નિયમ, સંયમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો’ આહાહા...! “જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરમેં હી ઉદાસી લહી સબસે, સબ શાસ્ત્રનકે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો, અબ ક્યોં ન બિચારત હૈ મન સે, કછુ ઔર રહા ઉન સાધન સે કોઈ સાધન બીજું છે. આહા...હા...!
“નિયમ” એટલે આ નિયમ. આમાં નિયમ છે ને ! એ નિયમ. યમ એટલે મહાવ્રત. નિયમ એટલે આ નિયમ. એવા યમ, નિયમ, સંયમ આપ કિયો' અનંતવાર ઇન્દ્રિયના દમન કર્યા. આહા..હા...! પણ અણિન્દ્રિય એવા ભગવાનને પહોંચ્યા વિના. આ..હા...! એ બધા (કાર્યો) ધર્મને માટે નિષ્ફળ ગયા. સંસાર માટે – રખડવા માટે સફળ થયા. આહાહા...!
અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઈ મોક્ષનાં કારણ નથી.” જરીયે મોક્ષનાં કારણ નથી. આ..હા...! આકરું કામ છે. એને જ્ઞાનમાં હજી પહેલો નિર્ધાર તો કરે પછી અંદર જવામાં પ્રયોગ કરે. પણ હજી જ્ઞાનના પણ ઠેકાણા ન મળે એ પ્રયોગ ક્યારે કરે ?) એ સાચું જ્ઞાન (થયા) વિના અંતર સત્ સત્ય છે ત્યાં કેમ જવાશે ? આ..હા..! હજી આનાથી મદદ થાય, આનાથી આમ થાય, એ શુભક્રિયાથી શુદ્ધમાં ત્યાં જવાય, કેમકે છેલ્લો શુભભાવ હોય છે. હોય છે એટલે શું ? આહા..હા...! છેલ્લો શુભભાવ (હોય) પણ અંદર તેની રુચિ અને લક્ષ છોડે ત્યારે ભગવાન ઉપર લક્ષ જાય. આહા..હા..! આવી વાતું છે, “ચીમનભાઈ ! આહા...હા....
વ્રત, નિયમ, શીલ, તપ શુભ ભાવરૂપ શુભ કર્મો.” (એટલે) કાર્યો કાંઈ મોક્ષનાં કારણ નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને...” આ.હા..હા..! ઉત્કૃષ્ટ લીધો ને ! છેલ્લો ! આત્મારૂપે થયેલા ધર્મીને “શુભ કર્મો ન હોવા છતાં...” એ વખતે વ્રત ને નિયમનો વિકલ્પ નથી પણ અંદરમાં કર્યો છે અને આશ્રય) ઉગ્ર થઈ ગયો છે તે મોક્ષને પામે છે. નીચલી દશામાં નિશ્ચય અને સાથે વ્યવહાર હોય, ઈ અહીં નહિ. જ્યાં પૂર્ણ જ્ઞાનનું પરિણમન થયું ત્યાં