________________
८०
એનો કાળ છે. આહા..હા...!
સમયસાર સિદ્ધિ-૬
મુમુક્ષુ :– એકાંત જંગલમાં જાય પછી ધ્યાન કરે.
ઉત્તર :– ઈ બહારમાં કાંઈ જાય નહિ. બહારમાં પણ ગિરીગુફામાં ગરી જાય. (પણ) આ (આત્મારૂપ) ગિરીગુફા વિના કાંઈ ન મળે. ઈ સમયસાર’માં ૪૯મી ગાથામાં સંસ્કૃત ટીકામાં આવે છે. યસેનાચાર્યદેવ’ની ટીકામાં (આવે છે). અનુભવની નિર્વિકલ્પ સમાધિરૂપ ગિરીગુફામાં જતાં. આહા...હા...! એ ગિરીગુફા છે. બહારની ગિરીગુફામાં તો વાઘ ને સર્પ બધા રહે છે. આહા..હા...! આવો માર્ગ ! સંપ્રદાયમાં જુઓ તો વ્યાખ્યાનમાં એવી વાતું ચાલે છે (કે), વ્રત કરો ને અપવાસ કરો ને તપસ્યા કરો. ભગવાને બાર વર્ષ તપસ્યા કરી હતી. ત્યારે તો એમને કેવળ થયું. અરે... ભગવાન ! સાંભળ. એ તપ તું કહે છે ઈ નહિ.
અતીન્દ્રિય આનંદનું (વેદન) જ્યાં ઉગ્રપણે પ્રગટ થયું એને ત્યાં તપ કહ્યું (છે). ‘પ્રતપન તે ઇતિ તપ’ આત્માની ચારિત્રદશા (છે), સમ્યગ્દર્શન સહિત ચારિત્ર છે એ વિશેષે ઓપે છે, શોભે છે, વધે છે, શુદ્ધિ કરે છે એને તપ કહેવામાં આવે છે. આ તો બધી લાંઘણું છે. વર્ષીતપ ને ઢીકણા તપ ને... આ..હા..હા...!
મુમુક્ષુ :
ઇ કહે એક વખત કરી તો જુઓ પછી ખબર પડે.
ઉત્તર :– કરી જોયું નથી ? અત્યાર સુધી પહેલાં ઘણું કર્યું છે. એવી ક્રિયાકાંડ હતી કે, લોકો રાડ દેતા ! વ્હોરવા જાઈએ ત્યાં શેઠિયાઓ રાડ નાખે. શેઠિયાની વહુ (અમને) દેખીને આમ ધ્રુજે (કે) કેમ થશે ? પહેલા જ્યારે (સંવત) ૧૯૭૭માં ‘ભાવનગર’માં આવ્યા હતા ત્યારે તો તમે (નહોતા), કણબીવાડના ‘હરગોવિંદભાઈ’ હતા. ૧૯૭૭માં ‘ભાવનગ૨’માં ઠેકાણા વિનાનું હતું. ઉમેચંદજી’ હતા ને ! બધું ઠેકાણા વિનાનું હતું. ખબર છે ને ! મળ્યા હતા, ‘ઉમેચંદજી” મળ્યા હતા. પહેલાવહેલા ગયા ત્યારે રાડ નાખતા હતા. ત્રીસ-પાંત્રીસ ઘરે જાઈએ ત્યારે માંડ આહાર મળે. નહિતર (તો) ક્યાંક ... કયાંક ઢીકણું... પછી ચોપાનીયા છાપવા પડ્યા. ‘અમરચંદભાઈ’એ (છાપ્યા), ‘હિરભાઈ’ના ભાઈ. ચોપાનીયા છાપવા પડ્યા (કે) આટલો આ પ્રમાણે આહા૨ દેવો. નહિતર ગર્ભમાં ગળશો. આ ૧૯૭૭ની સાલ, (પહેલીવાર) દીક્ષા લઈને ‘ભાવનગર' આવ્યા હતા. લોકોમાં રાડ ! માણસો વ્યાખ્યાનમાં ખુબ ભરાય. બહા૨માં એમ બોલાય કે, ‘ગાંધીજી’ ધર્મમાં આવ્યા છે. પેલા ‘ગાંધી’ સંસારના ‘ગાંધી’ હતા અને આ ગાંધી’ ધર્મના છે ! ગામના અપસરામાં હોં ! પેલો અપાસરો છે ને ! મેડી ! માણસ માય નહિ. ૧૯૭૭ની સાલ ! આહા..હા...! ક્રિયા તો (એવી પાળતા કે) વ્હોરવા જઈએ ત્યાં લોકો રાડ પડતા. જરી કંઈક ફેર પડે, કળશામાં પાણીનું એક ટીપુ પડ્યું હોય અને એનો સાડલો અડી ગયો હોય (તો) બંધ. ગુવારનું શાક પડ્યું હોય, ગુવાર... ગુવાર ! એનો કટકો કયાંક પડ્યો હોય અને ચાલતા એનો પગ અડી ગયો (હોય તો) આહાર બંધ ! બિચારા પછી કેટલાક રોવે ! અરે.....! અમારે ત્યાં આવ્યા (ને આવું થયું). ગામમાં પહેલાવહેલા