________________
७८
સમયસાર સિદ્ધિ-૬
ને માષને આમ જ્યાં જુદા કર્યા નથી ત્યાં, સ્થિર થયા ત્યાં કેવળજ્ઞાન થઈ ગયું !! આ..હા...! કહો, સમજાણું કાંઈ ? શિવભૂતિ મુનિ’ ! આ..હા..હા...! જે કરવાનું છે ત્યાં એની દૃષ્ટિ અને સ્થિરતા પોગી ગઈ. આહા..હા...! હવે એને કહે છે, વ્રત ને નિયમ નથી છતાં એ મોક્ષનું કારણ છે. આહા..હા...!
મુમુક્ષુ :– વ્રત ને નિયમ મોક્ષનું કારણ નથી.
ઉત્તર :– હા. વ્રત ને નિયમ ને તપ, શીલ મોક્ષનું કારણ નથી. (જે) બંધનું કારણ છે એ મોક્ષના કારણમાં મદદ કરે, સહાય થાય એમ લખ્યું છે. અરે... પ્રભુ ! સહાયની વ્યાખ્યા શું છે ? નિમિત્ત હોય એટલું. ધર્માસ્તિકાયવત્. આહા..હા...! પહેલા વ્યવહારજ્ઞાન કરે.
મુમુક્ષુ :
ઉત્તર ઃ- વ્યવહારશાન કરે એ બિલકુલ – કાંઈ મદદ ન કરે અંદર. આવે ભલે પણ એનાથી ન થાય. ઈ તો પહેલા આવ્યું નહિ ? શાસ્ત્ર ભણવું ને ઈ. છતાં જ્યાં સુધી પરલક્ષી વિકલ્પ છે અને એનાથી જે ઉઘડેલું જ્ઞાન છે એનાથી આત્માનું જ્ઞાન ન થાય. આ..હા...! ભાવજ્ઞાનના અવલંબન વડે, આવ્યું હતું ને ? ભાવજ્ઞાનના અવલંબન વડે દઢપણે... આહા..હા...! અંદરમાં એકાગ્ર થાય છે. આહા..હા...! પ્રવચનસારમાં આવ્યું હતું. આ..હા...! વાત તો બહુ થોડી છે પણ માલ છે મોટો ! આહા..હા...!
ભગવાનઆત્મા ! શરીર પ્રમાણે આત્મા એમ કહેવાય પણ બાપુ ! એ ભગવાનસ્વરૂપ છે, ભાઈ ! આહા..હા...! એ પરમેશ્વર છે, એ જિન છે, એ વીતરાગ છે, એ કેવળજ્ઞાન છે – એકલો જ્ઞાનનો પિંડ સર્વજ્ઞ સ્વભાવ છે. આ..હા..હા...! સર્વદર્શી સ્વભાવ છે, અનંત વીર્ય નામ પુરુષાર્થ છે. આહા..હા...! એ બધાનું અનંત સનું સત્તાનું સ્વરૂપ એવું છે. આહા..હા...! એનું પરિણમન થતાં બાહ્ય વ્રત, તપાદિ ન હોય તોપણ મોક્ષનું કારણ છે, કહે છે. આહા..હા...! અને અંતરનો આ ભગવાનઆત્મા જાગ્યો નહિ, ગાડ્યો નથી... આહા..હા...! એના અભાવમાં કીધું ને ? સ્વરૂપના સત્ત્વના ભાવ વિના. એમાં વ્રત, શીલ, તપ છે એ તો એકલું બંધનું કારણ છે. આહા..હા...! ત્યારે કહે, અંદર મોક્ષના માર્ગની સાથે આવો વ્યવહાર હોય છે એટલે એનાથી કાંઈક કાંઈક મદદ તો મળે કે નહિ ? કાંઈક. થોડું એનાથી હળવે હળવે શુભભાવમાં આવે તો થોડો વિશ્રામ મળે પછી અંદર સ્થિરમાં જવાય. આહા..હા...! એમ નથી. વિશ્રામસ્થાન ! વિશ્રામઠામ તો પ્રભુ છે. જે રાગ અને વિકલ્પ વિનાનું ઠામ ધામ છે.
—
સ્વયં જ્યોતિ સુખધામ છે. આહા..હા...! ‘શ્રીમદ્’માં આવે છે ને ! શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ’ શુદ્ધ, બુદ્ધ ! આહા..હા...! શુદ્ધ બુદ્ધ સ્વયં. ચૈતન્યઘન (એટલે) પ્રદેશ લીધા. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન' પવિત્ર જ્ઞાનનો પિંડ, અસંખ્ય પ્રદેશી પિંડ. સ્વયં જ્યોતિ પોતાથી પોતે સ્વયં છે. આહા..હા..! એને પોતાથી પરિણમન કરીને. આહા..હા...! એ સુખનું
-