________________
ગાથા ૧પ૩
૭૭ પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાની.” એટલે પોતે કેમ કીધું ? એ કંઈ પેલા વ્રત ને શીલ ને તપ હતા માટે અહીં જ્ઞાનરૂપ, આનંદરૂપ પરિણમન થયું એમ નથી. આહાહા! પોતે સ્વયં ભગવાન આત્મા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનું અવલંબન લઈને પોતે જ સ્વયં શુદ્ધપણે પરિણમ્યો. એ જ્ઞાન થયું, એ પરિણમન થયું એ આત્માની દશા થઈ. એ આત્માના સ્વભાવની દશા થઈ. આહાહા....!
એ જ્ઞાનીને “બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મો.” જોયું ? એ કર્મ એટલે પેલા જડ(કર્મ) ન લીધા. ભાવ, શુભભાવ છે ઈ ભાવકર્મ શુભ વિકારી છે. આહાહા.... મૂળ પાઠમાં છે ને ! મૂળ પાઠ છે ને ! “વળિયમાળ ઘરંતા સીતાણ તદા તવ બંતાT લ્યો ! “પરમવાદિરા' (એટલે) પરમાર્થ ભગવાન ચૈતન્યનું સત્ત્વ તો હાથ આવ્યું નથી. આહા...હા...! પરમપ્રભુ ભગવાનઆત્મા મોજૂદ હાજરાહજૂર પડ્યો છે ! આહા! અનંત ગુણથી બિરાજમાન આત્મા, એને તો હાથ લાગ્યો નથી, એનો પત્તો લીધો નથી એ બધા પરમકૃવાહિરા' છે, પરમાર્થથી બાહ્ય છે. આહાહા..! આ તો છોકરાઓને સમજાય એવી ભાષા છે. અમારે “ધરમચંદ માસ્તર' કહે છે ને ! ચાર ચોપડી ભણેલો હોય એને સમજાય એવી વાત છે) એમ કહે છે. નહિ ? આ તો અમારે ધરમચંદ' એમ કહે કે, આ તો એવી સહેલી ભાષા છે (કે) ચાર ચોપડીવાળો પણ સમજી જાય). આહાહા.! ભગવાન આત્મા છો ને ! એને ચોપડીના ભણતરનું શું કામ છે ? આહા..હા..!
તષ-માષ. શું નામ ? “શિવભૂતિ’ મુનિ ! આહાહા..! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની ખાણ ને મોટું ભોંયરું, ભંડાર ! આ.હાહા..! એનો જ્યાં પત્તો લીધો અને જ્યાં એકાગ્ર થયો (તો) કહે છે કે, (એમને) તુષ-માષના શબ્દો પણ યાદ ન રહ્યા. તુષ એટલે ફોતરાં અને માષ એટલે અડદનો કસ. પેલી બાઈ અડદની દાળ ધોતી હતી. અડદની દાળ પડેલી તે ધોતી હતી. પેલા કૂચા કાઢતી હતી. શિવભૂતિ' મુનિ નીકળ્યા ત્યાં) કો’ક બાઈએ પૂછ્યું, બા ! શું કરો છો તમે ? (તો બાઈએ કહ્યું, “તુષ-માષ – ફોતરાં અને ભાષ...” માષ એટલે અડદની દાળ, અડદ, કસ “બન્ને જુદા પાડીએ છીએ. આહા..હા...! ફોતરાં ઉપરના અને પેલી અડદની દાળ, જે કસ હોય છે જુદી પાડીએ છીએ. આહા..હા...! એટલું
જ્યાં સાંભળ્યું એને... ઓ...હો...! ભગવાન અંદર, જેમ ધોળી અડદની દાળ... શું કહેવાય? ધોળીને શું કહે છે? છડી.. છડી ! છડી દાળ. તમારી ભાષા હોય ઈ આવવું જોઈએ ને ત્યારે ! છડી દાળ કહે છે, છડી દાળ ! પેલા ફોતરાં કાઢી નાખે (એટલે) છડી દાળ (રહે. એમ ભગવાનઆત્મા એવું જ્યાં સાંભળ્યું કે તુષ-માષ, જે વિકલ્પ છે એ તુષ – ફોતરાં (છે). જ્ઞાન તો હતું, ભાન હતું પણ સ્થિરતા નહોતી એમાં જરી આ શબ્દ જ્યાં કાને પડ્યા. અરે..! માષ નામ ધોળી અડદની દાળ. એમ આત્મા ધોળો, ઉજળો, શુદ્ધ ચૈતન્યઘન, આનંદકંદ અને વ્રત, નિયમના વિકલ્પો (થાય) એ તો બંધના કારણ ને રાગ – ફોતરાં (છે). એ ફોતરાં