________________
૭૬
સમયસાર સિદ્ધિ-૬
પોતાનું જે દ્રવ્ય છે અને એના જે આનંદાદિ ત્રિકાળી શુદ્ધ ગુણ છે એ રૂપે જ્યાં પરિણમન થયું એને વ્રત ને નિયમનો અભાવ છે છતાં મોક્ષનું કારણ છે. આહા..હા...! આવું છે. પેલા રાડેરાડ પાડે છે. એ..ઈ...! ‘સોનગઢીયા' આમ કરે છે ને આમ કરે છે. બાપુ ! ભાઈ ! તારા હિતની વાત છે, પ્રભુ ! આ..હા...! એમાં તારો અનાદર નથી આમાં. તું અંદર મહાપ્રભુ છો ! આ..હા...! એકલો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય પ્રભુતાનો ૨સકંદ સત્ત્વ છે ને ! એ સત્ત્વનું પરિણમન થાય... આહા..હા...! તે પરિણમનના કાળમાં વ્રત ને નિયમ, શીલ, તપનો અભાવ હોવા છતાં મોક્ષનું કારણ થાય છે. આહા..હા...! અને અજ્ઞાનીને પોતાનો ભગવાનઆત્મા, એના શુદ્ધના સત્ત્વના પિરણમનના અભાવમાં એને વ્રત, નિયમ, શીલ, તપ બંધનું જ કારણ છે. આ..હા...! કેટલી વાત કરી છે, કહો ! બિલકુલ મોક્ષના માર્ગને જરીયે સહાય થાય, એમ નથી. આહા..હા...!
બધાએ એ નાખ્યું (છે). ‘વિદ્યાસાગરે’ એ નાખ્યું, ભાઈએ ‘જગમોહનલાલજી’એ નાખ્યું છે. વ્રત, નિયમ (આદિના) શુભભાવ અંદર શુદ્ધતાનું કારણ છે. એટલે એનાથી શુદ્ધમાં જવાય છે. આહા..હા...! ઝેર પીતાં પીતાં અમૃતના ઓડકાર આવે ! એવો એ અર્થ છે. ઝીણી વાત છે, ભાઈ ! આહા..હા...!
-
જ્ઞાન શબ્દે અહીંયાં એનું પરિણમન લેવું છે. પરિણમન – જ્ઞાનનું પરિણમન છે. મૂળ જ્ઞાન શબ્દે કાંઈ ત્રિકાળી ગુણ નહિ. નહિતર ત્રિકાળી ગુણ – કા૨ણ પરમાત્મા પણ મોક્ષનું જ કારણ છે પણ અત્યારે એ વાત નથી. અત્યારે તો પર્યાય જ્ઞાનરૂપે, આનંદરૂપે પ્રગટી છે, એ વસ્તુમાં જે સત્ છે તે રૂપે પર્યાયમાં પરિણમન થયું છે તેને અહીંયાં જ્ઞાન કહેવામાં આવે છે. આહા..હા...!
આવું હવે મોંઘું ! સાંભળવા મળે નહિ અને સાંભળવા મળે તો ઊંધું મળે. નિવૃત્તિ મળે નહિ. આહા..હા...! આ કરો, આ કરો, વ્રત કરો, તપ કરો, વ્યવહા૨ ચારિત્ર પાળો. વ્યવહાર ચારિત્ર એટલે રાગ. (શ્રોતા = વ્યવહા૨ને પોષો). એને પાળો, એને કરો, એ રસ્તો છે. અંતર શુદ્ધતા (તરફ) જવાનો રસ્તો છે. અશુભને ટાળી અને શુભ કરવું એ શુદ્ધમાં જવાનો રસ્તો છે એમ સ્થાપે છે. અરે...! બે જાત ભેદ છે, બે વસ્તુભેદ છે. આ..હા...! એક કજાત છે અને એક સજાત છે.
અંદર ભગવાનઆત્મા ! અનંત અનંત અનંત પવિત્ર ગુણનું ધામ ! આ..હા..હા...! તેનો આશ્રય લેતાં, તેના ઉપરની એકાગ્રતા, દૃષ્ટિ થતાં એ પૂર્ણ સ્વરૂપનો જ્ઞાનની પર્યાય અને શ્રદ્ધાની પર્યાયમાં સ્વીકાર થતાં, પર્યાય સત્ત્વનું સત્ત્વ છે, તે રૂપે પરિણમે છે. આહા..હા...! એ બંધના ભાવની (મદદથી) જરીયે પણ પરિણમે છે એ નહિ. આહા..હા...! શું કરવું આ ? ‘નવલચંદભાઈ’ ! બીજું કાંઈક સહેલું હશે કે નહિ ? સહેલું એટલે રાગ. માર્ગ આ છે.
આહા..હા...!