________________
ગાથા ૧૫૩
૭૯
ધામ છે. પ્રભુ ! એ આનંદનું સ્થળ છે, અતીન્દ્રિય આનંદનો એ બેટ છે. આહા..હા...! મોટા દરિયાના સમુદ્રમાં બેટ ક્યાંક મળે ત્યાં) વિશ્રામ લ્ય. એમ આ મોટો પ્રભુ મોટો બેટ છે. આહા..હા...!
એક વ્હોરા કહેતા. “જામનગરમાં વ્યાખ્યાનમાં આવતા. એ કહે, અમે એકવાર વહાણમાં ગયા એમાં દરિયામાં લોહચુંબકનો ડુંગરો હશે (એટલે) વહાણ ખેંચાઈ ગયું. ખેંચાઈ ગયું. એટલે ત્યાં કાંઈ ન મળે, કોઈ માણસ ન મળે. નાળિયેરના ઝાડ (હતા) અને હેઠે ગંધાયેલા પાણી પડ્યા હતા. ત્યાં સુધી કોઈ વહાણને ઓળખે (તો) આવે. વહાણ ખેંચાઈ ગયેલું. પછી કહે, પાણી અંદર બંધાયેલું હોય, નાળિયેર નાખીએ. ટોપરા અને પાણી બે લઈએ. પાણી મીઠું નીકળે અને ટોપરું ખાઈએ. આહા..હા...!
એમ ભગવાન આત્મા.... આહાહા...! અંદરમાં અનંત અનંત પુરુષાર્થના વીર્યે ચડાવી. આહાહા...! જેણે અનંત આનંદમાં ખીલવટ કરી છે, અનંત જ્ઞાનની ખીલવટ કરી છે. પરિણમન કર્યું છે કે અહીં ! શક્તિરૂપે પડ્યો છે, સ્વભાવે ભલે હો. આહાહા...! જે વસ્તુ છે, ગુણનો ભંડાર, આનંદનો ભંડાર (છે) એને ખીલવ્યો છે. આહાહા...! કમળ જેમ લાખ પાંખડીએ ખીલે એમ ભગવાન અનંત ગુણની નિર્મળ વ્યક્ત પર્યાય ખીલી નીકળે છે ! આહાહા....
પેલાને લાખ પાંખડી હોય છે. એક સાંભળ્યું છે, ત્યાં હજાર પાંખડીવાળું (કમળ છે). ગામમાં ગયા હતા. “ચીખલી.. ચીખલી’ ! ત્યાં કહેતા કે, આ ખેતર છે. આમાં કમળ થાય છે, હજાર પાંખડીનું થાય છે. ઊંચુ થાય છે. હજાર પાંખડીનું એક ગુલાબ ! લાખ પાંખડીનું સાંભળ્યું છે. આ તો અનંત (ગુણની) પાંખડીનો આત્મા ! આહા..હા...!
કહે છે, એને અંતરમાં હોવાથી. આહા...હા...! પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને...” ધર્માત્માને. એકવચન નથી લીધું. ઘણા જ્ઞાનીઓને. આ..હા...! જેટલા જ્ઞાનીઓ થયા તે બધા જ્ઞાનીઓ. પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે કાર્યોનો અસદૂભાવ છે.” એ કાર્ય એની પાસે નથી. આહા...હા...! છતાં મોક્ષનો સદૂભાવ છે. વસ્તુના સ્વભાવનું પરિણમન થયું એ મોક્ષનો સદ્ભાવ છે. આહાહા...!
ભાવાર્થ - જુઓ ! આ ખુલાસો આવ્યો. “જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે.” જ્ઞાન (એટલે) ત્રિકાળી જ્ઞાનની અહીં વાત નથી. ચૈતન્યબિંબ પ્રભુ પોતે જ્ઞાનરૂપે, સમ્યગ્દર્શન રૂપે, શાંતિરૂપે, આનંદરૂપે, સ્વચ્છતારૂપે, ઈશ્વરતારૂપે જે પર્યાયમાં પરિણમે છે અને અહીંયાં જ્ઞાનનું પરિણમન કહેવામાં આવ્યું છે. એ મોક્ષનું કારણ છે. પરિણમન જ મોક્ષનું કારણ છે.” વચ્ચે બંધનો ભાવ પણ જરીયે મદદ કરે એમ નથી). આ અત્યારે મોડી રાડ (છે). આ.હા....!
‘વિદ્યાસાગરે લખ્યું છે. વ્રતને અંદર સંભાળવા. બારમી ગાથામાં આવે છે ને ! જાણેલો પ્રયોજનવાન. ત્યાં એમ કે, સંભાળવા. એમ લખ્યું છે, એવો અર્થ કર્યો છે. બારમી ગાથામાં સંભાળવાની ક્યાં (વાત છે). છે એને જાણે છે એ તો. તે તે પ્રકારના જ્ઞાનની પર્યાયનો