________________
૭૪
સમયસાર સિદ્ધિ-૬ કર્મોનો સદ્ભાવ (હયાતી).” હો. એવી શુભકર્મની હયાતી હોવા છતાં.... છે, કહે છે એનો શુભભાવ બરાબર છે, એમ. આહા...હા...! વ્રતનો ભાવ, તપ, ઉપવાસ આદિનો (ભાવ), શીલના નિયમાદિ – આકરાં નિયમ ધારણ કરે. એવા શુભભાવની હયાતી છે. છે ને ?
આવા કાર્યના અભાવમાં પોતે ) “અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્દભાવ હોવા છતાં.” આહા...હા...! શુભ આચરણના શુભ પરિણામનો ભાવ હોવા છતાં. એની હયાતી – મોજૂદગી (છે). શુભભાવ છે, પણ જ્ઞાયકભાવના સત્ત્વના ભાન વિના ચૈતન્યનો રસકંદ જે સ્વરૂપ પ્રભુ (છે), તેના સત્ત્વના પરિણમનના ભાન વિના આવા વ્રત, તપ, નિયમ ને શીલ (આદિના) શુભકર્મો હોવા છતાં “મોક્ષનો અભાવ છે.” એવા શુભભાવ હો, ભલે હયાતી ધરાવે. આહા...હા...! શુક્લલેશ્યા હો,
એ ભાવ હયાતી ધરાવે છે. પણ એ ભાવ એને મોક્ષનું કારણ નથી. કેમકે ભગવાન આત્મા વિકાર વિનાના સત્ત્વનું સત્ છે તેના તરફનું પરિણમનનું સત્ત્વ આવ્યા વિના આવા ભાવોની હયાતી હોવા છતાં તેને “મોક્ષનો અભાવ છે.” આહાહા...! છે ?
અજ્ઞાન જ બંધનો હેતુ છે.” હવે સામે નાખે છે. સ્વરૂપનું અજ્ઞાન એટલે કે વ્રત, તપ, શીલ, નિયમ(ના ભાવ છે) એ અજ્ઞાન છે. આ..હા...! એમાં જ્ઞાનનો અંશ નથી માટે) અજ્ઞાન છે. આહા..હા...! “અજ્ઞાન જ.” “અજ્ઞાન જ.” પાછું (કહ્યું છે). ત્યાં પણ એકાંત કર્યું છે. “બંધનો હેતુ છે.” એટલે કે આત્માના સ્વભાવનું પરિણમન (થાય) એ બિલકુલ બંધનો હેતુ નથી. આહા..હા...! એ તો મોક્ષનો જ હેતુ છે. એક કોર ભગવાનઆત્મારામ આત્મરામનું જે પરિણમન છે. આહા...હા...! એ તો બિલકુલ બંધના અભાવ કારણરૂપ, મોક્ષના સદ્ભાવના કારણરૂપ છે.
આવે છે ને કેટલેક ઠેકાણે ? કે, મોક્ષમાર્ગ છે એ પણ બંધનું કારણ છે. એમ (કેટલાક) લ્ય છે. “અસમગ્ર” “પુરુષાર્થસિદ્ધિ ઉપાય(માં આવે છે). જે બંધનું કારણ છે તે બિલકુલ અબંધનું કારણ હોઈ શકે નહિ અને જે અબંધનું સ્વરૂપ પ્રભુ છે, મુક્ત સ્વરૂપ જ છે. આત્મા તો અબંધસ્વરૂપ જ છે, એના ગુણોનું સત્ત્વ આખું અબંધ સ્વરૂપ છે. આહા...હા...! એ પ્રભુ પોતે અને તેના અનંત ગુણો, એ બધા મુક્ત સ્વરૂપ, સના સત્ત્વ સ્વરૂપ, કસ સ્વરૂપ, એનું જે પરિણમન (થાય), એનો – સત્નો પર્યાયમાં કસ આવે, એ બિલકુલ મોક્ષનું કારણ છે (અને) બિલકુલ બંધનું કારણ નથી. સમજાણું કાંઈ ? અને જે આત્માના સ્વભાવના, ચૈતન્યબિંબ પ્રભુ ! અનંત ગુણનો રસકંદ ! તેના સતનું સત્ત્વ પરિણમનમાં આવ્યા વિના અજ્ઞાનીને મોક્ષનું કારણ છે નહિ. આહા..હા...!
અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં,” કોના અભાવમાં ? અજ્ઞાનના અભાવમાં. આહા...હા...! એટલે કે રાગ અને દ્વેષની પર્યાય અજ્ઞાનસ્વરૂપ (છે) તે જ બંધનું કારણ છે). તેના અભાવમાં... આ...હા...હા...! છે ? પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને