________________
ગાથા ૧પ૩ પર્યાયને પહોંચી વળે છે. અહીં નિર્મળ પર્યાયને પહોંચી વળે છે એટલું લેવું. ત્યાં તો મલિન, નિર્મળ બધી પર્યાયની) વાત હતી. આહા...!
જે ભગવાન આત્મા આનંદ અને જ્ઞાનાદિ સત્ત્વનો રસ છે એ આત્માનો કસ છે. આહા..હા...! એ કસ છે તેનું પર્યાયમાં પરિણમન થવું તેને અહીંયાં જ્ઞાન કહેવામાં આવે છે. આહાહા..! તે “જ્ઞાન જ.” પાછું (જ કહીને) એકાંત કર્યું. સમ્યફ એકાંત ! એ “જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. આહા...હા...! ભગવાન આત્મામાં અનંત ગુણનો આખો રસ પડ્યો છે, સત્ત્વ છે. એ સનું સત્ત્વ છે, એ સત્નો કસ છે. આહા..હા...! ત્રિકાળી જ્ઞાન, દર્શન ને આનંદાદિ અનંત ગુણ (છે) એ સનું સત્ત્વ છે, એ સત્નો કસ છે. એના ઉપર દૃષ્ટિ પડતાં જે સનું સત્ત્વ છે તે સત્ત્વ પર્યાયપણે પરિણમે. ભલે ઈ સત્ત્વ ગુણ છે એ તો ભલે ગુણરૂપે રહે પણ તેવી જાતનું પરિણમન, સત્ત્વનું સત્ત્વ તરીકેનું પરિણમન), એના પોતામાં છે ઈ જાતનું પરિણમન. એ રાગ અને પુણ્ય, દયા એ કંઈ આત્માનો કસ નથી, આત્માનું સત્ત્વ નથી. એ તો બંધસત્ત્વ સ્વરૂપ છે. આહા..હા..! આકરું કામ છે. લોકો એકાંત... એકાંત કહે છે.
જ્ઞાન જ, આત્માનો ચૈતન્ય સ્વભાવ, જે અનંત ગુણથી ભરેલો ભંડાર છે), એનું પરિણમન અને એની દશા થાય), દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય પણ એ જાતની શુદ્ધ થાય) એ એક જ મોક્ષનો હેતુ છે. આહા...હા...! “કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં,...” ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! અનંત અનંત ગુણનો રસકંદ પ્રભુ આત્મા, એના ભાવના પરિણમન વિના. આ.હા..! પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને...” આ.હા...! જેને આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે, અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય ગુણનો રસકંદ છે, તેના પર્યાયમાં તેના સત્ત્વના ભાવ વિના અજ્ઞાનીઓને જે
અંતરંગમાં વ્રત કરે. વ્રત પાળે, વ્રત ! એ સંસાર છે, બંધ છે. આહા..! એ વસ્તુમાં નથી. આહા...હા...!
વ્રત ને તપ બે શબ્દો તો આવ્યા હતા. આ ગાથામાં ચાર શબ્દ છે. મૂળપાઠ (છે). વ્રત, નિયમ ધારણ કરવા, વિકલ્પ (કરવો), શીલ, કષાયની મંદતાનો ભાવ (થાય), મંદ. મંદ ઘણોય મંદ હોય). એવો એનો સ્વભાવ કે, શરીરથી બ્રહ્મચર્ય પાળવું એવું જે શીલ અને તપ. જે વિકલ્પ ઉઠે, બાર પ્રકારના તપમાંથી વિકલ્પ ઉઠે એ વગેરે. જેટલા પરના લક્ષે ઉત્પન્ન થયેલા અસંખ્ય પ્રકારના શુભભાવ. જુઓને અહીં તો શુભનું નાખ્યું છે ને !
વગેરે શુભ કર્મો.” એટલે શુભ કાર્યો. જોયું ? અહીં કર્મ એટલે પેલું જડકર્મ નહિ. આહા..હા...! પર્યાયમાં વ્રત, તપ, શીલ, નિયમ વગેરે વિભાવના અસંખ્ય પ્રકાર (થાય) એ કોઈ જીવનું સત્ નથી, એનું સત્ત્વ નથી, જીવનો સ્વભાવ નથી. આહા..હા...! એવા જીવના સ્વભાવના અભાવને લઈને અજ્ઞાનીને પર્યાયમાં જે વ્રત, શીલ, તપ થાય તે બધા “શુભ