________________
ગાથા ૧પ૩
ઈ ગોથા 1 પડે છે
अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयति .
वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता। परमट्टबाहिरा जे णिव्वाणं ते ण विदंति।।१५३।।
व्रतनियमान् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः ।
परमार्थबाह्या ये निर्वाणां ते न विन्दन्ति ।।१५३।। ज्ञानमेव मोक्षहेतुः, तदभावे स्वयमज्ञानभूतानामज्ञानिनामन्तव्रतनियमशीलतपःप्रभृतिशुभकर्मसद्भावेऽपि मोक्षाभावात्। अज्ञानमेव बन्धहेतुः, तदभावे स्वयं ज्ञानभूतानां ज्ञानिनां बहिर्वतनियमशीलतपःप्रभृतिशुभकर्मासद्भावेऽपि मोक्षसद्भावात्।
જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છે :
વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે,
પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. ગાથાર્થ - વ્રિતનિયમાન] વ્રત અને નિયમો [પારયન્ત:] ધારણ કરતા હોવા છતાં તિથી] તેમ જ [શીતાનિ વ તા:] શીલ અને તપ વુિર્વન્તઃ કરતા હોવા છતાં યેિ જેઓ [પરમાર્થવાહ્યા:] પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) તેિ તેઓ [નિર્વા] નિર્વાણને નિ વિન્દન્તિ પામતા નથી.
ટીકા :– જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે. | ભાવાર્થ :– જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઈ મોક્ષના કારણ નથી. જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભ કર્મો હોવા છતાં તે બંધને પામે છે.