________________
ગાથા ઉપર
૬૯ કરવામાં આવેલાં. આહા...હા...! એ તો “કળશટીકામાં કહ્યું નથી ? પેલા યાવત્ કર્મધારા અને જ્ઞાનધારા. સમકિતીના વ્રત, તપાદિ હોય એ પણ બંધના કારણ છે. અજ્ઞાની કોઈ એમ કહે (માને) કે, મિથ્યાષ્ટિના વ્રતાદિ બંધના કારણ (છે), અને સમકિતીના નહિ. એમ ટીકામાં છે. “કળશટીકા'.... “કળશટીકા' ! એ કળશ થોડા વખત પછી આવશે. આહા..હા....!
ભગવાન પૂર્ણ અનંત ગુણનો સાગર) હાજરાહજૂર બિરાજે છે ને ! આ..હા...! અમારે ત્યાં લખાતું. “કુંવરજીભાઈ અને ઈ બધા હૈદરશાહીને માનનારા ને ! (એટલે) ચોપડામાં લખે, હૈદરશાહી હાજરાહજૂર. ફકીર છે. પાલીતાણા' છે ને ! નીચે, નહિ ? ત્યાં ઉતર્યા હતા. આ બાજુ “ભૈરવનાથનું મંદિર છે અને આ બાજુ આગળ જતાં બીજું છે). બેય જોયા છે. ત્યાં તો આહાર કર્યા હતા. હૈદરશાહીમાં ! (સંવત) ૧૯૬૯માં હરગોવિંદના લગ્ન હતા ત્યારે) ગયા હતા. મેં કીધું, ભઈ ! હું રાત્રે ખાતો નથી. તમારે જાનને મોડી કરશે ને સામૈયુ કરશે ને વાર લાગશે તો રાત્રે હું નહિ ખાઉં. ૧૯૬૯ની વાત છે. દીક્ષા લીધા પહેલા, હોં ! હૈદરશાહીનું મકાન છે. આમ છતાં ભૈરવનાથ” છે ને ! ત્યાં ઉતારો કર્યો હતો. પછી ત્યાંથી લાડવા કે ગાંઠીયા હતા ઈ ખાય લીધા, પાણી પી લીધું. ચોવિહાર (કરી લીધો). હું રાત્રે નહિ ખાઉં. આહાહા..! એ હાજરાહજૂર લખે, માળા !
એ હાજરાહજૂર નહિ પણ ત્રણલોકનો નાથ પરમાત્મા હાજરાહજૂર છે. એ ભગવાન તો હાજરાહજૂર છે પણ આ ભગવાન હાજરાહજૂર છે, એમ કહે છે. આહાહા...! સચ્ચિદાનંદ પ્રભુ ! અનંત અનંત અતીન્દ્રિય ગુણનો સાગર પ્રભુ ! આ...હા...હા....! એ હાજરાહજૂર પ્રભુ છે. તારી નજરુંમાં તું લેતો નથી એટલે તને દેખાતો નથી. આહા...! આહાહા...! તારી નજરું રાગ અને પર્યાય ઉપર હોવાથી પ્રભુ હાજરાહજૂર નિત્યાનંદ સહજાનંદ છે, એ છે તે એને દેખાતો નથી. આહા..હા..
જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે. જેને આત્મજ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી એવા જીવ). આહાહા...! “તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્યો. દેખો ! કર્મ એટલે અહીં જડકર્મ નથી લીધું. વ્રત અને તપ, બે શબ્દ લીધા છે. પછી આગળ બીજા વધારી દેશે. વ્રત, નિયમ, શીલ, તપ પછી લેશે. પછીની ૧૫૩ મી ગાથામાં નિયમ અને શીલ (એ) બે વધારે નાખશે. અહીં બે નાખ્યા. “વ્રત અને તપ આદિ કર્મો...” એટલે રાગના કાર્યો. આહા...હા....! બંધના કારણ હોવાને લીધે તે કમને બાળ એવી સંજ્ઞા આપીને....” આહા..હા...! સર્વજ્ઞ પરમેશ્વરે તેને “બાળ એવી સંજ્ઞા આપીને... આહા...હા..! નિષેધ્યાં હોવાથી. એનો નિષેધ કર્યો છે. આ.હા..! આગમમાં કહ્યું ને ! ઈ સર્વજ્ઞ શબ્દનો અર્થ કર્યો. “સબૂÇ કીધું એનો અર્થ) સર્વશ, એમ. આ..હા...! અત્યારે સર્વજ્ઞ નથી ને ! સર્વજ્ઞ (ભલે) નથી પણ) સર્વજ્ઞની વાણી છે ને અહીંયાં ભલે સર્વજ્ઞ નથી (પણ) બીજે સર્વજ્ઞ પ્રભુ છે. અને અહીં સર્વજ્ઞ નથી તેથી ‘આગમ' શબ્દ લીધો, સર્વશની