________________
સમયસાર સિદ્ધિ-૬
૭૦
વાણી લીધી. સર્વજ્ઞની વાણી છે કે નહિ ? આહા..હા...!
‘તે કર્મોને...’ એટલે કાર્યોને. આત્માના જ્ઞાન વિનાના વ્રત ને તપ ને આ વર્ષીતપ ને... આહા..હા...! શરીરથી જાવજીવના બ્રહ્મચર્ય પાળે), એ બધાને ‘બાળ’ એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.’ આહા..હા...! આવી ચોખ્ખી વાત છે છતાં ગડબડ કરે.
ભાવાર્થ :- આત્માના જ્ઞાન વિના કરાયેલાં..' આત્મજ્ઞાન વિના કરાયેલા તપ ને વ્રતને સર્વજ્ઞદેવે બાળતપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે,...' આહા..હા...! માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.’ આત્મા (છે). એ જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! આ...હા....! પ્રવચનસાર’માં આવે છે ને ! ત્રિકાળી જ્ઞાન. ત્રિકાળી જ્ઞાનને કારણપણે ગ્રહીને, ઈ કારણપણે ગ્રહ્યું ત્યારે અહીં જ્ઞાન થયું. આહા..હા...! ત્રિકાળી જ્ઞાનને જ્યાં ગ્રહે છે ત્યાં જ પર્યાયમાં જ્ઞાન અને સમ્યગ્દર્શન થયું. તેને મોક્ષનું કારણ કહ્યું, બીજાને મોક્ષનું કારણ કહ્યું નથી. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રભુ ! તું જ્ઞાતા છો ને ! એ જ્ઞાતાની પર્યાયનો ઉત્પાદ પરને જાણે છે માટે છે એમ નથી પણ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ એના પહેલાની પર્યાયના સંહારને લઈને થયો છે. શ્રી સમયસારની ૩૨૦ ગાથામાં નિર્જરા ને મોક્ષ કરે નહિ પણ જાણે એમ કહ્યું છે. એ નિર્જા ને મોક્ષની પર્યાય છે માટે જાણવાની પર્યાય એને જાણે છે એમ નથી પણ એ જાણવાની પર્યાય તેની પહેલાની જે જાણવાની પર્યાય હતી તેના અભાવસ્વભાવે પ્રકાશે છે. જ્ઞાતાદૃષ્ટાની પર્યાય જેને જાણે છે તેનાથી થઈ છે એમ નથી, જ્ઞાતાદાની પર્યાય ઉત્પન્ન થઈ તે તેના પૂર્વની પર્યાયના અભાવસ્વભાવે પ્રકાશે છે. કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે છે માટે લોકાલોકને લઈને જાણે છે એમ નથી, કેવળજ્ઞાનની પર્યાય તેની પૂર્વપર્યાયના અભાવસ્વભાવે અવભાસે છે. પ્રગટ પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય ન હોય, એ પ્રગટ પર્યાય તેના પૂર્વ પર્યાયના અભાવસ્વભાવે પ્રકાશે છે.
–પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ સપ્ટેમ્બર-૨૦૦૬