________________
६८
સમયસાર સિદ્ધિ-૬
સત્ છે. આહા...હા..!
‘આગમમાં પણ..” આ.હા...હા...! આવ્યું ને ! વૅતિ સquદૂ પાઠમાં છે ને ! (અર્થાત) સર્વજ્ઞો આમ કહે છે. એનો અર્થ કર્યો છે. આહાહા...! સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ આમ કહે છે. આહાહા...! વીતરાગ સર્વજ્ઞપ્રભુની વાણીમાં – આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે...” આત્માનું જે શુદ્ધ સ્વરૂપ (છે) તે જ મોક્ષનું કારણ છે. આહા...હા...! એ લાખ-કરોડ વ્રત ને તપ ને ભક્તિના પરિણામ (કરે પણ) આગમમાં એને મોક્ષનું કારણ કહ્યું નથી. તું એના અર્થ ઊંધા કરીને આગમમાંથી કાઢ પણ) એ આગમના અર્થો નથી. આહા...હા...! આગમના અર્થમાં તો આ ભર્યું છે.
અંદર જ્ઞાન – આત્મા ચૈતન્યસ્વરૂપ પ્રભુ ! આ...હા..હા..! વિકલ્પથી પેલે પાર એવો પરમાત્મા પોતે શુદ્ધ ચૈતન્ય બિરાજે છે) તેને અહીંયાં “જ્ઞાન” શબ્દ કીધો. એનું પરિણમન ને એનું પરિણમન તે જ્ઞાન, એમ. એ “જ્ઞાનને જ..” “જ' શબ્દ પાછો વાપર્યો છે. એકાંત કરી નાખ્યું. કથંચિત્ મોક્ષનો માર્ગ જ્ઞાન અને કથંચિત્ રાગ (કહો) તો અનેકાંત થાય, નહિંતર એકાંત થઈ જાય છે. આહા..હા..!
જ્ઞાનને જ.” એમ. ત્રણલોકના નાથની વાણીમાં આત્માના આનંદસ્વભાવ અને જ્ઞાનસ્વભાવની એકાગ્રતાને મોક્ષનો માર્ગ કહ્યો છે. આહાહા...! અરે..! પરમેશ્વર ને જૈનને માનનારાઓને... આહાહા...! એમ કહે છે કે, જૈનને જો તમે માનનારાઓ હો તો જૈન ભગવાનના ઉપદેશમાં તો – આગમમાં તો આ આવ્યું છે. આહા....!
“જ્ઞાનને જ.” (કોઈ) કહે કે, જૈનદર્શનમાં જ હોય જ નહિ. એમ એક પત્રમાં આવે છે, નહિ ? “શ્રીમદૂમાં આવે છે. એ તો નિત્ય જ છે કે અનિત્ય જ છે, એમ નહિ, એમ (કહેવું છે). કથંચિત્ નિત્ય છે, કથંચિત્ અનિત્ય છે એમ કહેવું છે). નિત્ય છે તે નિત્ય જ છે, અનિત્ય છે તે અનિત્ય જ છે. એમાં જ નહિ, એમ નહિ. આખું દ્રવ્ય કહેવું હોય તો કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય (કહેવાય), પણ નિત્યથી કહેવું હોય તો નિત્ય તે નિત્ય જ છે. વળી, કથંચિતુ નિત્ય તે નિત્ય છે અને કથંચિત અનિત્ય તે નિત્ય છે (એમ નહિ). આ.હા..હા....! એમ અનિત્ય છે તે અનિત્ય જ છે. કથંચિત્ અનિત્ય પણ નિત્ય છે અને અનિત્ય છે, એમ અનેકાંત નથી. આહા..હા..! એમ જે મોક્ષનો માર્ગ છે તે માર્ગ એક જ છે. આહા...!
“મોક્ષનું કારણ ફરમાવ્યું છે.” જોયું ? “એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે.” આહાહા...! પરમાર્થભૂત (એટલે) પરમ પદાર્થ પ્રભુ ભગવાન ! એનું જ્ઞાન અને એની શ્રદ્ધા. પરમ પદાર્થ પ્રભુ આત્મા ! એની જ્ઞાન, શ્રદ્ધા. એનાથી રહિત છે. આહાહા...! પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે.” ત્રિકાળી નહિ, આ તો એનું – ત્રિકાળીનું જ્ઞાન અને શ્રદ્ધા, એનાથી રહિત છે. આહા..હા....! તેનાં, અજ્ઞાનપૂર્વક