________________
ગાથા ઉપર
ગાથા ૧૫ર ઉપર પ્રવચન
‘હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે – આ..હા...! ૧૫ર (ગાથા).
परमट्टम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि । तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू ||१५२।। પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે,
સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫ર. આહા..હા...! “આગમમાં પણ...” (અર્થાત) વીતરાગના ઉપદેશમાં, દિવ્યધ્વનિમાં. “ૐ ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ' એ ભગવાનની વાણીમાંથી આગમની રચના થઈ છે. ગણધરોએ તે આગમમાંથી રચના કરી. આહા..હા...! “આગમમાં...” એનો અર્થ કે જેના આગમમાં રાગની વૃત્તિ મોક્ષમાર્ગ માને તે આગમ નહિ. આહાહા.! એ ભગવાનના આગમ નહિ. આહાહા...! ભગવાનના આગમમાં ત્રિલોકનાથની વાણીમાં આવ્યું તે આગમમાં ચાણું. એ આગમમાં.. આહા..હા...! “આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે....” ઉપરથી તો કહીએ છીએ પણ સિદ્ધાંત, વીતરાગની વાણી આમ કહે છે. આહા..હા..!
‘આગમમાં પણ...” આહા! એટલે કે કોઈ એમ કહે કે, વ્રત ને તપ ને આ બધું છે એ પણ મોક્ષનું કારણ છે. તો કહે છે), ના, ના. આગમમાં એમ કહ્યું નથી. વીતરાગ ત્રણલોકના નાથ અનંત તીર્થકરો, એની રચાયેલી વાણી, એના રચાયેલા આગમ, એમાં પણ જ્ઞાન એટલે આત્માને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. આહા..હા..!
આમાં મોટો લેખ આવ્યો છે. આહા..હા...! આ વ્યવહાર વ્રત ને ઈ બધા સંવર, નિર્જરાનું કારણ છે. કહો ! આહા...હા...! “ઉજજેનનો કોઈ દયાળચંદ શેઠ છે, કોઈ શાસ્ત્રી છે. આ...હા...! એક તો પેલો “ઉજજેનનો છે ને ! નહિ ? ‘ઉજ્જૈનનો પેલો મુખ્ય નથી ? પંડિત ! “સત્યેન્દ્ર ! આ કો'ક બીજો છે. “દયાળચંદ' ! એને બિચારાના બેઠું હોય એમ કહે. ઈ કંઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી). આહા..હા...!
અહીંયાં તો સત્ય વસ્તુ હાથ આવે અને મોક્ષનો માર્ગ થાય. બાકી રાગ ને દ્વેષના પરિણામ અંદર અનંતકાળથી થયા. આહાહા..! એ સને માનવાની સંખ્યાની કાંઈ જરૂર નથી. ઘણા માને માટે એ સાચું છે, થોડા માને માટે ખોટું છે), એવું કાંઈ નથી. સત્ તો