________________
ગાથા ૧૫૧
૬૫ માર્ગ બાપા ! બહુ ઝીણો, ભાઈ !
આ..હા...! ચોરાશીના અવતારમાં રખડી રખડીને મરી ગયો. આહા...! અહીં અબજોપતિ (હોય ઈ) ઇંડા, માંસ ખાતા હોય તો મરીને નરકમાં જાય અને નહિતર તિર્યંચમાં (જાય). આહા...હા...! કાગડીને કુંખે, કાબરને કુંખે (જાય). આહા...હા....!
ભગવાન આત્મા ! પૂર્ણ અનંત પવિત્ર સ્વભાવ (સ્વરૂપ છે), તેનું તે રીતે થવું માટે સ્વભાવ. અને સદ્ભાવ. આહા..હા...! (એટલે કે) એ સસ્વરૂપ છે... આહાહા....! “સ્વતઃ પોતાથી જી ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સદ્ભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સત્— સ્વરૂપ જ હોય).”
‘આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં.” સાત શબ્દભેદ પડ્યા ને ? અર્થ કર્યા આઠ. “શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી -નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે). મોક્ષના માર્ગની પરિણતિ તો એક જ પ્રકારની છે. નામભેદે ભલે સાત પ્રકાર કહ્યા. આહાહા...! ઊડે ભગવાનના ઘરે ગયો, ભોંયરામાં ગયો, પ્રભુ ! બહારમાં જ્યાં રખડતો હતો), પર્યાય ને બહારમાં (રખડતો હતો).. આહાહા...! પર્યાય જે અવસ્થા છે એ બહારમાં રખડતી હતી), પુણ્ય, શુભ-અશુભ ભાવમાં રખડતી હતી). ઘણાને તો અશુભમાં વર્તતી. આહાહા...! એને ઘરમાં વાળી લીધી. જે પોતે તળિયે પડ્યો છે, પર્યાયને તળિયે ધ્રુવ જોડે જ છે. આમ જોડે છે, આમ જોડે નથી. બહારમાં જોડ્ય રાગ છે અને અંતરમાં જોશે ધ્રુવ છે. આહાહા....! આવા મોક્ષમાર્ગના નામ જુદા જુદા હોવા છતાં વસ્તુ એક જ છે.
ભાવાર્થ :- “મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. મૂળ ઉપાદાન – શુદ્ધ ઉપાદાન તો એ જ છે. આ..હા...! “વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે. બધા ગુણો કરતાં, બીજા ગુણોની હયાતી છે પણ આ જ્ઞાન તો પોતે પોતાને જાણે, પોતે પર જાણે. આહા...હા...! છતાં વિકલ્પ વિના જાણે એવો તેનો સ્વભાવ છે). છતાં વિકલ્પ એનો સ્વભાવ (અર્થાતુ) સ્વ-પરને જાણવું એવો વિકલ્પ એ સ્વભાવ છે). રાગ વિકલ્પ એ નહિ. આહાહા...! આવી વસ્તુ (છે).
પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે” જોયું? ‘અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે. આહા..હા..! એ આત્માનો સ્વભાવ છે તેનું પરિણમન થાય) તે જ મોક્ષનું કારણ છે. એ જ્ઞાનનું જ પરિણમન છે, રાગનું નહિ. આહાહા...!