________________
૬૬
अथ ज्ञानं विधापयति
-
ગાથા-૧૫૨
સમયસાર સિદ્ધિ-૬
परमट्टम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि ।
तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू ।।१५२ ।। परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति । तत्सर्वे बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञाः । ।१५२।। ज्ञानमेव मोक्षस्य कारणं विहितं, परमार्थभूतज्ञानशून्यस्याज्ञानकृतयोर्व्रततपःकर्मणोः बन्धहेतुत्वाद्वालव्यपदेशेन प्रतिषिद्धत्वे सति तस्यैव मोक्षहेतुत्वात् ।
હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે ઃ૫રમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે,
સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વશો કહે. ૧૫૨.
ગાથાર્થ :– [પરમાર્થે તુ] ૫રમાર્થમાં [ગસ્થિતઃ] અસ્થિત [યઃ] એવો જે જીવ [તપ) રો િતપ કરે છે વઘુ તથા વ્રતં ધારયતિ] વ્રત ધારણ કરે છે, તત્સ] તેનાં તે સર્વ તપ અને વ્રતને [સર્વજ્ઞાઃ] સર્વજ્ઞો [વાતતપઃ] બાળતપ અને વાતવ્રતાનું બાળવ્રત [ધ્રુવન્તિ] કહે
છે.
ટીકા :– આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને બાળ' એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.
ભાવાર્થ :– જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વશદેવે બાળતપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.