________________
ગાથા૧૫૩
૭૫
આહા...હા...! પોતે જ આત્માના સ્વભાવ, શુદ્ધ પરિપૂર્ણ ભગવાનઆત્મા, એના રૂપે પોતે થયેલ. આહા..હા....! તેના અભાવમાં,...’ કોના અભાવમાં ? બંધના અભાવમાં. પોતે જ જ્ઞાનરૂપ થયેલા...' એટલે ? ભગવાનઆત્મા આનંદ ને જ્ઞાન શાંતિ ને પ્રભુતાના શક્તિરૂપ જે સત્ત્વ છે તે રૂપે પોતે જ પરિણમનમાં થયેલો. એને કોઈ વ્યવહારના વ્રત, નિયમની અપેક્ષા છે નહિ. અહીં તો બીજી વાત ક૨શે. આ..હા...!
જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને’ અંતરના આત્માના સ્વભાવના પર્યાયમાં તે સ્વભાવનું પરિણમન થવાથી એ જ્ઞાનીને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં...' આગળ વધીને એકલું આત્મ પરિણમન થઈ ગયું એને આ વ્રત, નિયમ, શીલનો તો અભાવ છે છતાં મોક્ષનું કારણ છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
બે બાજુ લીધી. એક કોર ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્યઘન જ છે. એક સમયની પર્યાયમાં જે વિકાર છે એ અજ્ઞાન છે. એથી આખું સ્વરૂપ જે છે તેનું જે પરિણમન થવું તે મોક્ષનું કારણ (છે), એમાં બંધનો બિલકુલ અભાવ છે) અને એ આનંદના જ્ઞાનના સ્વભાવના ભાવના પરિણમન વિના એકલા રાગ-દ્વેષ, વ્રત, નિયમ, શીલ, તપ (કરે એ) એકલું બંધનું કારણ (છે). બિલકુલ મોક્ષના કારણમાં મદદગાર, સહાયક (નથી). નિમિત્ત કહેવાય, નિમિત્ત કહેવાનો અર્થ એ (કે) નિમિત્ત કાંઈ કરે નહિ. આહા..હા...! વ્રત, નિયમના વિકલ્પોને શુદ્ધ જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત કહેવાય. નિમિત્તનો અર્થ એક બીજી ચીજ છે. એનાથી થયું છે અને થાય છે એમ નહિ. આહા..હા...!
જ્ઞાનીઓને’ એવા જ્ઞાની અહીં લીધા છે કે જેનું પરિણમન ઉગ્ર થઈ ગયું છે. એકલો ચૈતન્યમૂર્તિ ભગવાન, જેવો એનો સ્વભાવ ત્રિકાળી, નિર્મળ, શુદ્ધ રસકંદ (છે) તેવું જ જેનું પરિણમન થઈ ગયું છે, એને આ વ્રત, નિયમ, શીલ છે નહિ. આ...હા...! એ બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ...’ છે. (તેમ) ‘હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે.' આહા..હા...!
મુમુક્ષુ :- બાહ્ય શબ્દ લખ્યો છે તો તે બાહ્ય વ્રત છે ?
ઉત્તર ઃ- બાહ્ય બધી વિકલ્પની વાત છે. બાહ્ય વ્રત એટલે શરીરની ક્રિયા નહિ, વિકલ્પ.
વ્રત, શીલ ને તપ (એવી જે) રાગની ક્રિયા છે એ અજ્ઞાનરૂપ છે અને બંધનું જ કારણ છે. એના અભાવમાં એકલા જ્ઞાનસ્વભાવના, આનંદ સ્વભાવના, ચૈતન્ય સ્વભાવના પરિણમનમાં બંધના ભાવનો બિલકુલ અભાવ છે. એકલા જ્ઞાન અને આનંદભાવે પરિણમ્યો છે. એને વ્રત, નિયમનો અભાવ છે છતાં મોક્ષનું કારણ છે. આહા..હા...!
અજ્ઞાનીને વ્રત, નિયમ, તપ, શીલની હયાતી છે, પંચ મહાવ્રત છે, પાંચ સમિતિ, ગુપ્તિ વ્યવહા૨ છે, એવો વ્યવહાર ભાવ હોવા છતાં એ બંધનું કારણ છે. એકલું બંધનું કારણ (છે), બિલકુલ મોક્ષના કારણમાં એ સહાયક નથી. કેમકે જ્યાં આત્મા
ભગવાનઆત્મા
-