________________
૭૨
પ્રવચન નં.૨૩૩ ગાથા-૧૫૩, શ્લોક–૧૦૫
સમયસાર સિદ્ધિ-૬
મંગળવાર, વૈશાખ વદ ૧૧,
તા. ૨૨-૦૫-૧૯૭૯
‘સમયસાર’ ૧૫૩ ગાથા. એનું મથાળું. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છે :–'
वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता ।
परमट्टबाहिरा जे णिव्वाणं ते ण विंदंति । । १५३ ।। વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે,
૫રમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩.
ચાર બોલ તો પાઠમાં આવ્યા. પહેલા વ્રત ને તપ બે આવ્યા હતા. આમાં ચાર આવ્યા વ્રત, નિયમ, શીલ અને તપ (એમ) ચાર. પાઠમાં ચા૨ આવ્યા.
ટીકા :– જ્ઞાન જ મોક્ષનો હેતુ છે;...' એટલે ? એ જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન, ત્રિકાળી આત્મા, એમ અહીં નહિ. જે ત્રિકાળી આત્મા જ્ઞાનસત્ત્વ, અનંત ગુણનું સત્ત્વ છે તે સત્ત્વનું પર્યાયમાં સત્ત્વપણું આવે, જેવું અંદર છે, આત્મામાં અનંત જ્ઞાનાદિ રસ, સત્ત્વ (ભર્યું છે), એવું જે સત્ત્વ છે તેનું સત્ત્વના પરિણમનમાં એ સત્ત્વનું પરિણમન આવે, એનું જે અબંધ સ્વરૂપ છે, મોક્ષસ્વરૂપ છે, અબંધ કહેશે, એવું જેનું પરિણમનમાં અબંધ સ્વરૂપ મોક્ષ સ્વરૂપનું પરિણમન, સત્ત્ત આવે. સનું સત્ત્વ પર્યાયમાં આવે એમ કહે છે. પુણ્ય અને પાપના ભાવ (થાય છે) એ સત્ત્નું સત્ત્વ નથી. એ તો અધ્ધરથી ઊભો થયેલો વિકૃત ભાવ છે. અહીંયાં એને બંધભાવ કહેશે. પુણ્ય અને પાપ, વ્રત, તપ, શીલને ભાવબંધ (કહે છે). આ ભાવમોક્ષ (સ્વરૂપ છે).
ભગવાનઆત્મા ! મોક્ષસ્વરૂપ સત્ત્વ છે. એનું પર્યાયમાં જે સનું સત્ત્વ છે એટલે કે સત્નો જે કસ છે... આહા...હા...! એ કસ જે પર્યાયમાં આવે એને અહીંયાં જ્ઞાન કહે છે. આ...હા...! ભગવાનઆત્મા...! અહીં પોતે કહેશે, મુક્તસ્વરૂપ છે. મુક્તસ્વરૂપ છે તો મોક્ષનું કારણ થાય છે, એમ. વિકાર છે એ તો બંધસ્વરૂપ છે. ઈ ભાવબંધ બંધસ્વરૂપ જ છે. ભાવબંધ છે ઈ બંધનું કારણ થાય.
જ્ઞાન જ...’ (એમ કહીને) એકાંત કર્યું છે. કચિત્ આત્માનું જ્ઞાન પરિણમન, અનંત ગુણનું સત્ત્વનું પરિણમન અને કચિત્ વ્યવહાર રાગ મોક્ષનું કારણ છે એમ નથી કહ્યું. દયા, દાન, વ્રત, શીલ, તપ કંઈક કંઈક એના સત્ત્વના પરિણમનમાં મદદ કરે છે એમ નથી. એ તો આવી ગયું છે ને પહેલાં ? પ્રવચનસાર' ! કે, જે દ્રવ્ય છે એ ગુણ અને એની