________________
ગાથા૧૫૦
૪૭
મુમુક્ષુ :– ઇ ગુણસ્થાને તો આવશે ને. ઉત્તર :– ત્યાં ભલે કહ્યું હોય. મુમુક્ષુ :– ઇ ગુણસ્થાને તો આવશે ને.
ઉત્તર :– ગુણસ્થાન પણ આદરવા લાયક નથી. ગુણસ્થાન જીવમાં છે જ નહિ. ૬૮ ગાથા ! આહા..હા...! જય યમાં વ્યવહા૨ નિશ્ચય મુંચઈ’ ત્યાં એનો અર્થ ઈ કે, ભેદ છે. પણ તત્ત્વમાં – અંદર વસ્તુમાં એ ભેદ નથી. આહા..હા..! ચોથું, પાંચમું, છઠ્ઠું (ગુણસ્થાન) એ તીર્થ છે. તીર્થ છે એટલે એનાથી અહીં પમાય છે એ પ્રશ્ન અહીં નથી. આ..હા...! ઈ અવસ્થા છે, એટલું. એ વ્યવહાર નથી એમ નહિ. અને એ વ્યવહારથી ભિન્ન ભગવાન તત્ત્વ નિશ્ચય છે, એમાં તો એ ગુણસ્થાનનો ભેદ પણ નથી, માર્ગણાસ્થાનના ભેદ પણ નથી, જીવ(સ્થાનના) ભેદ પણ નથી. આ..હા..હા...! જેમાં ક્ષાયિકભાવ નથી... આહા..હા...! એવો જે ભગવાનઆત્મા ! એ જ અંત૨માં ઉપાદેય તરીકે, આદરણીય તરીકે, સ્વીકાર તરીકે, સત્કા૨ તરીકે માનવા લાયક છે. આહા..હા..હા...! શું થાય ? જગત પહોંચી ન વળે એટલે કંઈ વસ્તુ બીજી થઈ જાય ? પહોંચી ન શકે એટલે કાંઈ માર્ગ બીજો થાય, બાપુ ! આહા...હા...!
અહીં આચાર્ય કહે છે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે...’ એમાં એમ ન લેવું કે, પુણ્ય શુભભાવ વ્રત છે એ ઠીક છે. સામાન્યપણે જે રાગી કીધો એમાં બધું આવી ગયું. શુભ અને અશુભ બેય ભાવ રાગીપણામાં આવી ગયા. રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મ...’ એટલે પર્યાય, બન્ને પરિણામ ‘અવિશેષપણે...’ એટલે સામાન્યપણે બંધનાં કારણ તરીકે..’ બેય સરખા બંધના કારણ છે. આહા..હા...! ‘અવિશેષપણે...’ (એટલે) શુભભાવમાં બંધમાં કાંઈ ફેર છે (અને) અશુભમાં કાંઈ ફેર છે એમ નથી. અવિશેષ (એટલે) સામાન્યપણે શુભ અને અશુભ બેય કાર્ય – કામ બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે...’ આગમ. આહા..હા...! હવે આમાં ચર્ચા-વાર્તા કરે. આ..હા...! ખાણિયા’ની મોટી ચર્ચા થઈ છે ને ! એની સામે આ મૂકે છે, ‘બંસીધરજી’. ‘જૈનદર્શન'માં મોટું ચાલ્યું છે, લાંબુ.. લાંબુ.. લાંબુ... (લખાણ આવે છે). અહીં તો વાંચ્યું પણ નથી. જૈનદર્શન”માં (એમ લખે છે કે), ખાણિયા'માં આમ છે ને આમ છે ને આમ છે. અરે... ભગવાન ! શું થાય ? બાપુ !
આ..હા...!
અહીં તો સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે અને તેથી બન્ને કર્મને નિષેધે છે.” લ્યો ! આહા..હા...હા...! ચરણાનુયોગમાં એને કરવાલાયક કહ્યા. કાલે આવ્યું હતું, નહિ ? પંચ મહાવ્રતનું ! મોટા પુરુષે આચર્યાં છે, મોટા પુરુષે કરેલા છે, ઈ મોટા છે. મહાવ્રત પોતે મોટા છે. ત્રણ શબ્દ મૂક્યા હતા, ત્રણ હતા. આહા..હા..! એને એ વખતે એની દશામાં