________________
શ્લોક–૧૦૩
૪૯
(૧) નામ “કારણ કે.” (સર્વવિ૬) એટલે “સર્વશદેવો.’ ‘વિ:' એટલે જ્ઞાની. સર્વ જાણનારા સર્વજ્ઞદેવ પરમાત્મા એણે (સર્વમ્ પિ ) સમસ્ત (શુભ તેમ જ અશુભ)...” ભાવને ‘અવિશેષપણે” (એટલે) સામાન્યપણે. એમાં કંઈ પણ ફેર છે એમ નહિ. આહા..હા..! અવિશેષ એટલે સામાન્ય, વિશેષ નહિ. સામાન્યપણે (વસઈનY) “બંધનું સાધન (કારણ) કહે છે.” લ્યો, ઠીક ! આહા! શુભ કે અશુભ ભાવ બેય બંધના સાધન છે. આહા...હા...! હવે જે બંધના સાધન છે એ મોક્ષના સાધન તરીકે વ્યવહારે નાખે એ ન ચાલે. આહા..હા..!
સર્વશદેવો, અનંત તીર્થકરો, અનંત કેવળીઓ.. આહા..હા..! એ શુભ કે અશુભ ભાવને સામાન્યપણે બન્ને એક જ સરખા છે (એમ) માનીને બંધનું કારણ કહે છે. ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એમ દિવ્યધ્વનિમાં ફરમાવે છે. આ..હા..હા...! “તેથી એમ સિદ્ધ થયું કે સર્વશદેવોએ).” (સર્વમ્ પ તત્ પ્રતિષિદ્ધ, સમસ્ત કર્મને નિષેધ્યું છે... આહાહા...! અને શુભાશુભ બેય ભાવને જિનેશ્વરદેવે નિષેધ્યા છે. બેય ધર્મ નથી. આહા..હા...! ત્યારે છે શું ?
જ્ઞાનમ્ વ શિવત વિહિતિ આહા..હા...હા...! ભગવાન સર્વજ્ઞદેવોએ જ્ઞાન એટલે આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રભુ ! આહા..હા..! એકલો પુણ્ય-પાપ વિનાનો પ્રભુ શુદ્ધ, શુદ્ધ એવા જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. એકલો જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, જે દયા, દાનના વિકલ્પથી ભિન્ન છે, એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, તે જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે. આગમમાં એ કહ્યું છે. ચારે અનુયોગ લ્યો. આગમમાં તો એ આવી ગયું કે નહિ ? કે, પેલા ત્રણ આગમ નહિ ? ચરણાનુયોગમાં આમ કહ્યું છે ને કરણાનુયોગમાં આમ કહ્યું છે. બધું કહ્યું છે. આહાહા...!
ભગવાનના આગમમાં તો સમસ્ત કાર્યનો નિષેધ છે. “જ્ઞાન” વિ' શબ્દ છે. જોયું ? એકાંત કર્યું ! જ્ઞાનને જ. કથંચિત્ આત્માના સ્વભાવને અને કથંચિત્ રાગના ભાવને મોક્ષનું કારણ (કહ્યું છે એમ નથી). એમ કથંચિત્ (શબ્દનો અર્થ નથી. આહા...હા...! “જ્ઞાનમ્ | ભગવાન આત્મા શુભ-અશુભ ભાવ વિનાનો એવો જે ચૈતન્યસ્વરૂપ, મહાન ધ્રુવ નિત્ય આત્મસ્વરૂપ, પુણ્ય-પાપ તો ક્ષણિક, કૃત્રિમ, વિકાર, દુઃખરૂપ એક સમય પૂરતા વિભાવ છે. અને આ ભગવાન જ્ઞાનસ્વભાવી ત્રિકાળ છે. એ ત્રિકાળી જ્ઞાનસ્વભાવને જ મોક્ષના સાધન તરીકે પ્રભુએ વર્ણવ્યું છે. આ...હા..હા..!
આમાં તો ભગવાનની ભક્તિને પણ મોક્ષના સાધન તરીકે નિષેધ્યું છે. દેવ-ગુરુ ને શાસ્ત્ર, એની ભક્તિ એ પણ રાગમાં – સામાન્ય રાગમાં આવી જાય છે. રાગ કીધો, રાગથી બંધાય છે એ સામાન્ય રાગમાં એ વાત આવી જાય છે. આહા...હા...! ભારે કામ આકરું ! ભક્તિવાળાને આકરું પડે, ક્રિયાકાંડવાળાને આકરું પડે) અને ન કરી શકે એને આકરું પડે. કરી શકાય નહિ. માટે (એમ થાય કે) માળું આ શું !
મુમુક્ષુ :- કરી શકતા નથી પછી કેવી રીતે કરે ?