________________
૬૦
સમયસાર સિદ્ધિ-૬ ને ! એની વ્યાખ્યા કરી. પછી બીજો બોલ) “મો’ કહ્યું. પછી ત્રીજો (બોલ) “સુદ્ધો
સકલ નયપક્ષોથી અમિલિત.” અહીં શુદ્ધની ઈ વ્યાખ્યા છે. “અમેવો નુ સુદ્ધો (૩૮મી ગાથામાં કહ્યું, ત્યાં બીજી વ્યાખ્યા (કરી). જે ઠેકાણે જે વ્યાખ્યા હોય તે પ્રમાણે અર્થ સમજવો) અને “શુદ્ધ' શબ્દ આવે એના અર્થો ઘણા હોય. એકરૂપને શુદ્ધ કહેવાય, શુદ્ધને એકરૂપ કહેવાય. અહીં ‘સકલ નયપક્ષોથી...” આ.હા..હા...! વિકલ્પથી રહિત એમ કહેવું છે. નયપક્ષો (કહ્યું છે ને) ? (એટલે એનો અર્થ) વિકલ્પ. હું અબદ્ધ છું, મુક્ત છું એવા નયના પક્ષથી “અમિલિત....” એવા વિકલ્પથી નહિ મળેલું “એવો એક જ્ઞાનસ્વરૂપ હોવાથી” એક જ્ઞાનસ્વરૂપ હોવાથી “શુદ્ધ છે...... આહાહા.! જેમાં શુભાશુભ ભાવનું મિલન નથી. એકલા આત્માની ચૈતન્યજાતિની શુદ્ધતાનું પરિણમન છે. આહા..હા...! તેને અહીં શુદ્ધ કહેવામાં આવે છે.
૭૩ ગાથામાં શુદ્ધ કહ્યું હતું એ વળી એક સમયની ષકારકની પરિણતિથી પાર ઉતરેલી જે અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છે). ત્યાં બીજું કહ્યું હતું. આ તો પહેલા લીધું છે ને ? “મહંમેવો નું સુદ્ધોઅખંડિત છું, એક છું, પૂર્ણ છે. શુદ્ધની વ્યાખ્યા ત્યાં એ કરી.
અહીંયાં નયપક્ષથી રહિત (કહ્યું). શુભથી તો રહિત જ (છે). સાધારણ જે દયા, દાન, વ્રત, ભક્તિના શુભ (ભાવ) છે એનાથી તો રહિત છે, પણ નવપક્ષના ભાવથી પણ રહિત (છે. એ વિકલ્પ છે, રાગ છે. આહાહા...! એનાથી રહિત એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે,” આહા...હા...!
કેવળ ચિન્માત્ર વસ્તસ્વરૂપ હોવાથી કેવળી છે...” એ પર્યાય પોતે કેવળી છે). નિર્મળ છે ને (એટલે એમ કહ્યું). અને “ચારિત્ર પાહુડમાં આવ્યું ને ! “અમેયા ! અક્ષય અને અમેયા. પર્યાય હોં ! પોતે ભગવાન આત્મા અક્ષય અને અમેય છે. એટલે કે મર્યાદા વિનાનો સ્વભાવ જેનો અમર્યાદિત છે. આહા...હા...! મર્યાદા નહિ. એટલો એટલો અપા..૨ અપા.૨, ગહન ગંભીર એવો ભગવાન આત્માનો એક એક ગુણનો એવો ઊંડો ઊંડો સ્વભાવ (છે). એવા અનંતા ગુણોનો ઊંડો સ્વભાવ ! આ...હા..હા..! તેનું પરિણમન. આહા..હા..! તેને (અહીંયાં) કેવળી કહ્યું છે). કેવળી એટલે કેવળ, એમ. કેવળ ! રાગ વિનાનો એકલો કેવળી ભાવ, એ કેવળ. કેવળી એટલે પેલા કેવળી ભગવાન અહીં નથી લેવા. અહીં તો મોક્ષમાર્ગ લેવો છે. આહા..હા..! એકલો ! શુભાશુભ ભાવથી રહિત એકલો શુદ્ધ પરિણમનનો ભાવ – કેવળ. એથી એને કેવળી એમ કહેવામાં આવ્યું. આહા...હા...! - પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં “અસમગ્ર' (આવે) છે ને ! ત્યાં એના અર્થ લોકો) ઊંધા કરે છે ને ! જુઓ ! બંધ પણ મોક્ષનું કારણ છે ! એનો અર્થ ભાઈએ બીજો કર્યો છે. કૈસાલચંદજીએ. ‘ટોડરમલજીએ તો બરાબર અર્થ ભર્યા છે. એનું બરાબર ભરેલું છે.