________________
ગાથા૧૫૧
૬૧
આહા..હા...! શું થાય પણ ? પ્રભુ ! પોતાની માન્યતાની પુષ્ટી કરવી છે એવા શાસ્ત્રના અર્થ કરવા (છે), પણ શાસ્ત્રને જે પુષ્ટી કરવી છે એ રીતે એના અર્થ કરવા (જોઈએ).
આ..હા...!
અહીં તો કેવળી (કહ્યું છે એટલે) એકલો કેવળ. પુણ્યનો જેને સંબંધ નહિ. એમ. શુભાગનો જેને જરી સંબંધ નહિ, સંગ નહિ. આહા..હા...! એવો જે શુદ્ધ માર્ગ, એને અહીંયાં કેવળી તરીકે (કહ્યો છે). કેવળ, એકલો, શુદ્ધ (છે) એથી કેવળી, એમ. છે તો મોક્ષમાર્ગ. આહા..હા...! (એ) કેવળી.
(હવે કહે છે), ફક્ત મનનમાત્ર...' આ..હા..હા...! ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે,...’ એ તો જ્ઞાનનું એકાગ્રપણું, જ્ઞાનનું મનન એટલે ચિંતવન. વિકલ્પ નહિ. આત્મસ્વભાવનું મનન એટલે એકાગ્રતા. એથી તે મુનિ કહેવામાં આવે છે. એને મુનિ (કહે છે). આહા..હા...! આત્માના સ્વભાવનું મનન એટલે એકાગ્રતા (થવી) તેને અહીંયાં મોક્ષમાર્ગ અને મુનિ કહેવામાં આવે છે. મોક્ષમાર્ગને મુનિ તરીકે પણ કહેવામાં આવે (છે). આહા..હા....!
પૂર્વના પક્ષના આગ્રહ રાખીને શાસ્ત્રના અર્થ કરે ઈ કાંઈ મેળ ન ખાય. પોતે પુષ્ટી કરવા જાય પણ એમ કંઈ ખોટી પુષ્ટી થાય ? આ..હા...! આ તો ભગવાન, સંતો કેવળી (કહે છે). આહા..હા...! એ મુનિને અહીં કેવળી કીધા. કેવળીને મુનિ કીધા. ઈ કેવળી એટલે આ. રાગના સંબંધ વિનાનો એકલો શુદ્ધ ભાવ (થયો) તે કેવળ, તે કેવળી, તે મુનિ. આહા..હા...! આવું મુનિપણું ! એમાં ક્યાંય વ્રત ને તપ ને ક્રિયા ને એવું કાંઈ આવ્યું નહિ. આહા..હા...!
મનન, મનન નામ આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ ત્રિકાળી, એનું મનન. એટલે એકાગ્રતા. મનન એટલે વિકલ્પ નહિ. આહા..હા....! ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! અતીન્દ્રિય આનંદનો, અતીન્દ્રિય અનંત ગુણોનો સાગર ! એનું મનન, એમાં એકાગ્રતા (થવી) તેને મનનને કરનારો છે માટે તેને મુનિ કહીએ. મોક્ષમાર્ગને મુનિ કહીએ. આહા..હા...! આવી વાત છે.
મુમુક્ષુ :- અહીં એક શાયક સ્વભાવની શુદ્ધ પરિણિત લેવી ?
ઉત્તર :- પિરણિત લેવી છે, મોક્ષમાર્ગ લેવો છે. અહીં મનન કહ્યું ને ?
ફક્ત મનનમાત્ર (જ્ઞાનમાત્ર)...' મનન એટલે જ્ઞાનસ્વભાવરૂપ. શુદ્ધ સ્વભાવના પરિણમનરૂપ. એકલો ‘ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે,' એકલા જ્ઞાનના ભાવસ્વરૂપ હોવાથી. જ્ઞાન એટલે ત્રિકાળી સ્વભાવ. એના મનન (એટલે) એકાગ્રમાત્ર હોવાથી તે મુનિ છે. મોક્ષમાર્ગ છે તેને મુનિ કહેવામાં આવે છે. આ..હા..હા...! આવી વાત છે. વાડામાં પકડાય ગયા હોય એને તો આ એવું લાગે કે, આ શું ? આ શું વાત કરે છે ? જે કરી શકાય, ખ્યાલમાં આવે વાતો કહે છે (કે), બંધનું કારણ (છે). હવે, કોઈ અગમ્ય વાતું ! આહા..હા...! ભાઈ ! માર્ગ કોઈ એવો છે. આહા..હા...!