________________
ગાથા ૧પ૧
પ૯
આશ્રય છે ત્યાં પરિણતિ થાય તે મોક્ષનું કારણ છે એમ. ત્રિકાળી દ્રવ્ય મોક્ષનું કારણ છે એ સિદ્ધ નથી કરવું. ત્રિકાળી વસ્તુ શુદ્ધ છે તેને આશ્રયે જે જ્ઞાન, દર્શન, આનંદ પ્રગટ થાય તે મોક્ષનું કારણ છે. કેમકે તે શુભાશુભ બંધનું કારણ નથી. માટે તેને પરમ પદાર્થ કહેવામાં આવે છે. આહાહા....!
અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર.. આ..હા..હા..! જાણક-દેખન, આનંદાદિ ચૈતન્યજાતિ માત્ર. એમાં પુણ્ય-પાપના ભાવ (થાય) એ ચૈતન્યજાતિ નહિ, કજાત છે. આહા..હા...! આવું આકરું પડે છે લોકોને. મહાવ્રત ને વ્રત લઈને બેઠા, હવે એને સંવર, નિર્જરા ઠરાવવી છે. એ “આત્મા છે. ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ –પરમ પદાર્થ) છે–આત્મા છે. એટલે એ જ્ઞાનસ્વભાવનું જે પરિણમન (થયું) તે મોક્ષનું કારણ છે, તે આત્મા છે. સમજાણું ?
બીજો બોલ. તે (આત્મા) એકીસાથે યુગપ૬) એકીસાથે એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવા જે જ્ઞાન...” પ્રવર્તતાં હોં ! “એવાં જે જ્ઞાન અને ગમન પરિણમન) તે-સ્વરૂપ હોવાથી સમય છે....” અંતર આનંદ અને જ્ઞાનનું પરિણમન. છે ને ? આહાહા.! “એવાં જે જ્ઞાન અને ગમન...” જાણવું અને પરિણમવું એમ. જાણવું અને જાણવાનું પરિણમન, આનંદ અને આનંદનું પરિણમન, શાંતિ અને શાંતિનું પરિણમન. આહાહા...! એ મોક્ષનું કારણ છે. તેને સમય કહેવાય છે, એમ કહે છે. પણ સમય એટલે દ્રવ્ય નહિ, પર્યાયની વાત છે.
શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તેને અવલંબે – આશ્રયે તેની જાતની પરિણમન દશા થાય, ચૈતન્યની જાતિનું પરિણમન થાય તે મોક્ષનું કારણ છે અને તે શુભાશુભ બંધનું કારણ નથી. માટે તે મોક્ષનો ઉપાય છે. એને પરમ પદાર્થ કહેવાય છે. એ આત્માનું પરિણમન છે એ પરમ પદાર્થ છે. એ આત્મા પોતે પરમ પદાર્થ છે તો એનું પરિણમન, મોક્ષનું કારણ એ પરમ પદાર્થ છે. શુભાશુભ ભાવ એ પરમ પદાર્થ નથી. આહા...હા...! આ.હા....! એ જ્ઞાન અને ગમન (અર્થા) જાણવું અને પરિણમવું તે-સ્વરૂપ હોવાથી સમય છે,” એ મોક્ષના માર્ગની દશાની આ વાત છે. આહા..હા..! સમય છે, એ સમય - ત્રિકાળી તો સમય છે. પણ ત્રિકાળી સમયનો આશ્રય લઈને જે પરિણતિ થઈ તેને પણ અહીંયાં સમય કહેવામાં આવે છે. સમજાણું ?
રાત્રે ભિંડરવાળા ભાઈ આવ્યા) હતા, ઈ ગયા? નથી લાગતા. ગયા હશે. “ભિંડરવાળા નહિ? રાત્રે (આવ્યા હતા). (શ્રોતા : ‘ઉદય પ્રકાશ” એનું નામ) ઈ ગમે એ હોય. ચાલતું હોય અને કહે કાંઈક. એની શૈલી એવી છે. બધી વિરુદ્ધ શૈલી. અહીં છે કે નહિ ? ત્યારે કહે, ના.
(અહીંયાં આપણે) બીજો બોલ (ચાલે છે). “પરમ કહ્યું છે ને ? એટલે પહેલી પરમાર્થની વ્યાખ્યા કરી. ૧૫૧ (ગાથા) છે ને ? “પરમgોની વ્યાખ્યા કરી. પહેલું પદ “પરમgો છે