________________
સમયસાર સિદ્ધિ-૬ ફક્ત મનનમાત્ર.” એમ કીધું ને ? ફક્ત ! ફક્ત ભગવાન શુદ્ધ ચૈતન્યનું મનન. આહા...હા...! રાગનું, પુણ્યનું, દયા, દાનનું મનન નહિ. આહા...હા..! બહુ માર્ગ (આકરો છે), બાપુ ! એને હા પાડવી એ પણ.... આહાહા..! પુરુષાર્થ છે કે, માર્ગ તો આ છે. આહા...હા...! પહોંચી વળી શકે નહિ માટે ફેરફાર કરવો, બીજી રીતે માનવું અને મનાવવું એ કંઈ વસ્તુ છે ? આહા..હા..!
“ફક્ત મનનમાત્ર..” એમ કેમ કહ્યું? કંઈ પણ, એને શુભરાગનો સંબંધ કંઈ નહિ. એકલું આનંદ અને જ્ઞાનનું મનન – એકાગ્રતા. ભગવાન આત્મા તો શુદ્ધ છે. એના અનંત ગુણો શુદ્ધ છે. એક વસ્તુ તરીકે આત્મા (એક) અને ગુણ તરીકે અનંત. એ શુદ્ધ (છે), બધા ગુણો શુદ્ધ છે. (એ અનંત) ગુણનો ધરનારો પ્રભુ ! એનું ફક્ત એકનું જ મનન. આહા...હા...! એના તરફની એકની જ એકાગ્રતા. એ મુનિ છે. અહીંયાં મોક્ષમાર્ગમાં મુનિને આમ (આવા) કીધા. એમ ન કીધું કે, પંચ મહાવ્રત પાળે છે, નગ્ન છે માટે (મુનિ છે). આહા..હા..! આવી વ્યાખ્યા છે.
એકલો - ફક્ત ભગવાન એકલો, નિરાળો, ત્રિકાળ નિરાવરણ, અખંડ એક શુદ્ધ પરિણામિક લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય, તેનું મનન, આહાહા...! તેનું મનન ! મનન એટલે આમ વિકલ્પથી મનન (કરે) એમ નહિ. એ જ્ઞાનનું એકાગ્ર થવું તે મનન છે). મુનિ છે ને ! એટલે મનન. મનન એટલે મુનિ, એમ. મનન એટલે મુનિ એટલું લીધું. એ મનનનો અર્થ શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતા. આહાહા...! તેને અહીં મુનિ કહીએ, તેને શુદ્ધ કહીએ, તેને પરમાર્થ કહીએ, તેને સમય કહીએ. આહા..હા...!
હવે (કહે છે), પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે...” પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી...” એટલે કે એના જ્ઞાનને પ્રગટ કરવા માટે પોતે જ્ઞાનસ્વરૂપ જ ત્રિકાળ છે અને એમાંથી જ્ઞાનની પરિણતિ આવે છે. એને કોઈના સહારાની કે મદદની અપેક્ષાની જરૂર નથી. એ “જ્ઞાનસ્વરૂપ હોવાથી.... પરિણતિ એકદમ જ્ઞાનસ્વરૂપ હોવાથી. એટલે કે એની પર્યાય, પરિણતિ એટલે આત્મસ્વભાવ શુદ્ધ હોવાથી તેને જ્ઞાની કહેવામાં આવે છે. આહાહા..! પોતે જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે. આહાહા...! અહીં શાસ્ત્રનું આટલું ભણતર થયું માટે જ્ઞાની છે, એમ ન કહ્યું. આહા...હા..! કે આટલું એને આવડે છે માટે તે જ્ઞાની છે એમ ન કહ્યું. આહા..હા..! એ તો “જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે....” એની પરિણતિ જ જ્ઞાનસ્વરૂપ છે. જેમ વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે એમ એની પરિણતિ પણ અનંત ગુણની વ્યક્તતાના અંશ (સ્વરૂપ છે). એ જ્ઞાનસ્વરૂપ હોવાથી, રાગસ્વરૂપ નહિ, વિકલ્પસ્વરૂપ નહિ હોવાથી, જ્ઞાનસ્વરૂપ હોવાથી તે જ્ઞાની છે. આહા..હા...! એક એક ગાથાના એક એક શબ્દ, એકાંત લાગે એવું છે.
આ..હા..હા...! એક સમયમાં કેવળજ્ઞાનને લઈ શકે ! અરે. પ્રભુ ! આહા..હા...! એક સમયમાં અનંત આનંદનો લાભ લઈ શકે એવી તાકાતવાળો પ્રભુ તું એને નાનો કેમ માને