________________
ગાથા ૧૫૧
પ૭
ગાથાર્થ – વિનુ નિશ્ચયથી ચિ:] જે [પરમાર્થ:] પરમાર્થ પરમ પદાર્થ છે, સમય:] સમય છે, [શુદ્ધ શુદ્ધ છે, વિતી] કેવળી છે, મુિનિ: મુનિ છે, (જ્ઞાની] જ્ઞાની છે તિમિર્ સ્વમાવે તે સ્વભાવમાં [રિચતા:] સ્થિત મુન: મુનિઓ દુનિનિર્વાણને પ્રિનુવન્તિ પામે
ટીકા – જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણ પણું બને છે. તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ (-પરમ પદાર્થ) છે–આત્મા છે. તે (આત્મા) એકસાથે યુગપ૬) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન) તે-સ્વરૂપ હોવાથી સમય છે, સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે, કેવળ ચિત્માત્ર વસ્તુસ્વરૂપ હોવાથી કેવળી છે, ફક્ત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, “સ્વ”ના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સ્વભાવ છે અથવા સ્વતઃ પોતાથી જી ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સ-સ્વરૂપ જ હોય). આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી –નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે).
ભાવાર્થ – મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે.
૧ભવન = હોવું તે.
પ્રવચન નં.૨૩ર ગાથા-૧૫૧,૧૫ર સોમવાર, વૈશાખ વદ ૧૦, તા. ૨૧-૦૫-૧૯૭૯
‘સમયસાર ૧૫૧ ગાથા. ૧૫૦ (ગાથા) પૂરી થઈ ગઈ. હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે :- ૧૫૧. જ્ઞાન એટલે આત્માનો સ્વભાવ, શુદ્ધ સ્વભાવ (છે) એ જ મોક્ષનું કારણ છે. પુણ્ય અને પાપના (ભાવ), વૃતાદિ બંધના કારણ છે. એ કંઈ મોક્ષના કારણ નથી.
परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी।
तम्हि द्विदा सहावे मुणिणो पावंति णिव्वाणं ।।१५१।। પરમાર્થ છે નકી, સમય છે, શુધ, કેવળી, મુનિ, જ્ઞાની છે,
એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧. જ્ઞાન મોક્ષનું કારણ છે...” જ્ઞાન એટલે આત્મા. આત્માનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ.