________________
શ્લોક–૧૦૪
ઠેકાણાં ક્યાં છે ? આહા..હા...!
નિષ્કર્મ અવસ્થા પ્રવર્તે ત્યારે જ્ઞાને પ્રતિવરિતમ્ જ્ઞાનં' આ..હા..હા...! આત્મા આત્મામાં આચરણ કરતો. અહીં ‘જ્ઞાન’ શબ્દ લીધો એટલે આત્મા. પુણ્ય-પાપ ભાવ એ કાંઈ આત્મા નથી, એ તો અનાત્મા છે). આહા..હા...! જ્ઞાનમાં આચરણ કરતું...' ભગવાન શુદ્ધ સ્વરૂપ, તેના ઉપર દૃષ્ટિ પડતાં શુદ્ધ સ્વભાવનું અવલંબન લેતાં, જ્ઞાનમાં એટલે આત્મામાં આચરણ કરતું, આત્મામાં ‘રમણ કરતું...’ આત્મામાં પરિણમતું...' આ.હા..હા..હા...! એ જ્ઞાન જે તે મુનિઓને શરણ છે;...' આહા..હા...! આવો માર્ગ ! અંતર આત્મામાં ધ્યાનમાં પ્રવર્તે છે એ જ એને શરણ છે. રાગ ને પુણ્ય-પાપના પરિણામ છોડી, સંતો જૈનના સંતો એને કહીએ. આ..હા..હા..હા...!
—
૫૫
જૈન કોઈ પક્ષ નથી, વાડો નથી. જૈન તો વસ્તુનું સ્વરૂપ છે. આહા..હા..! જૈન કોઈ પક્ષ–વાડો નથી. એ તો વસ્તુ જિનસ્વરૂપ છે. ઘટ ઘટ અંત૨ જિન વસે’ એ જિનસ્વરૂપી પ્રભુ ભગવાન છે આત્મા ! બાપુ ! તને ખબર નથી. આ..હા...! એ પુણ્ય ને પાપના ભાવના ત્યાગમાં એને જિનસ્વરૂપ એવું વીતરાગ (સ્વરૂપ)નો આશ્રય લઈને નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તે છે. આહા..હા...! અરે......! આવું આકરું ! આવું સાંભળ્યું પણ ન હોય. એકલા પાપમાં જિંદગી (ગાળે). આહા..હા...! અરે......! ઢોરના જીવન અને માણસના જીવનમાં ફે૨ શું ? એ પણ ખાય-પીવે, મૈથૂન ને વિષય ને સૂવે, આ પણ ઈનું ઈ (કરે), એમાં ફેર શું ? બાપા ! અહીં તો જ્યારે શુભ વ્રતાદિના પરિણામનો નિષેધ કર્યો, પ્રભુ ! ત્યારે એને હવે આચરવું શું ? આચરણ જે છે, દેખાય, કરી શકાય એનો તો તમે નિષેધ કર્યો કે, એ તો રાગ છે. આહા..હા...! એ બંધનું કારણ છે. પ્રભુ ! તારો નાથ અંદર બિરાજે છે કે નહિ ? ભાઈ ! એ પુણ્ય-પાપનો નિષેધ થયો એટલે તારી વસ્તુનો ત્યાં નિષેધ થયો ? આ..હા...! શુભ-અશુભ ભાવનો નિષેધ થતાં, પ્રભુ અંદર જ્ઞાનઘન, આનંદઘન, ચિદાનંદ પ્રભુ બિરાજે છે. આહા..હા...! એ શુભાશુભ ભાવથી નિવર્તે છે ત્યારે શુદ્ધ સ્વભાવમાં પ્રવર્તે છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
?
‘જ્ઞાનમાં આચરણ કરતું,...’ ‘પ્રતિવરિતમ્ છે ને ? જ્ઞાને પ્રતિવરિતમ્” જ્ઞાનમાં આચરણ, એમ. ‘જ્ઞાનમાં આચરણ કરતું...’ એ પ્રતિવરિતમ્” નો અર્થ કર્યો. પાછું આ ‘રમણ કરતું...’ એનો અર્થ પણ ઈ છે) અથવા પરિણમતું...’ ઈ ‘પ્રતિવરિતમ્” નો અર્થ છે. જ્ઞાને પ્રતિવરિતમ્ જ્ઞાનં દિ’વાં’‘તે મુનિઓને (સંતોને) શરણ છે;...’ આહા..હા...! ‘તેઓ તે જ્ઞાનમાં લીન થયા થકા...' આ..હા..હા...! સંતો તો એને કહીએ કે જે આનંદ ને આ જ્ઞાનસ્વરૂપ પ્રભુ, એમાં લીન થયા થકા. આહા..હા...! શુભાશુભ પરિણામના ક્રિયાકાંડમાંથી છૂટીને... આહા...હા...! ‘જ્ઞાનમાં...’ એટલે આત્માના શુદ્ધ સ્વભાવમાં લીન થયા થકા...’ શું કીધું જોયું ? ‘તંત્ર નિતાઃ’ પોતાના પુરુષાર્થથી જ્ઞાનમાં લીન થતાં. સ્વરૂપ જે આત્મા છે, જ્ઞાયકભાવ,