________________
૫૪
સમયસાર સિદ્ધિ-૬
ફલાણું લ્યો, ઢીકણું લ્યો, આમ છે, તેમ છે... આના બે રૂપિયા છે, તો પેલા કહે, અમારી પાસે) એટલા નથી. તો કહે, બે આના ઓછા આપજો, લ્યો ને ! તમારી જિંદગી આમાં જાય, આ શું છે કીધું આ ? દુકાનના ધંધા, બાયડી-છોકરાને રાજી કરવામાં, છ-સાત કલાક ઊંઘમાં (જાય)... અરે.........! એને કલાક-બે કલાક વખત મળે (અને) સાંભળવા જાય તો (સાંભળવા) આવું મળે પાછું ! વ્રત કરો, તપ કરો, એનાથી તમારે કલ્યાણ થશે. અરે.... પ્રભુ ! ત્યારે હવે એને કરવું શું ? આહા..હા...!
જે કાંઈ કરી શકાય, દેખાય છે, બીજાને દેખાય છે એ વાતનો તો તમે નિષેધ કરો છો. આહા..હા...! ત્યારે મુનિને શું કરવું ? પણ પ્રભુ ! તને ખબર નથી, સાંભળ ! આહા..હા....! અને...’ધૈર્યે પ્રવૃત્ત” એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં...' આહા..હા..! એ શુભઅશુભ જે કર્મ નામ ભાવ, તેનાથી રહિત નિષ્કર્મ અવસ્થા. પેલી કર્મ અવસ્થા છે. આહા..હા...! શુભ-અશુભ ભાવ એ કર્મ વિકાર, સંસાર અવસ્થા (છે). એનાથી ‘નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં,...’ આહા..હા...! મુનિઓ એને કહીએ કે, એ શુભ-અશુભ ભાવથી નિવૃત્તિ થઈ અને નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં,... ‘મુનય: વસ્તુ અશરણા: 7 સન્તિ” “મુનિઓ કાંઈ અશરણ નથી...' કાંઈ અંદર કરવાનું નથી એમ નથી. આહા..હા..! શુભાશુભ ભાવથી રહિત થયો, નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તે છે ઈ કાંઈ કરવાનું નથી એમ નહિ. એ આત્મભગવાન અંદર નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તે છે. આહા..હા...!
શુદ્ધ જ્ઞાનથન ભગવાનઆત્મા ! એમાં એ શુભ-અશુભ ભાવ રહિત નિષ્કર્મ દશામાં પ્રવર્તે છે. પ્રભુ ! આ..હા..હા..હા...! છે ને ? નૈર્ચે પ્રવૃત્ત” એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં....’ આહા..હા...! મુનય: વહુ અશરણા: ન સન્તિ” “મુનિઓ કાંઈ અશરણ નથી;...’ આ..હા..હા...! ‘(કારણ કે) જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિ—અવસ્થા) પ્રવર્તે છે...’ આહા..હા...! જ્યારે એ શુભભાવથી પણ નિવૃત્તિ(રૂપ) એવી અવસ્થા સંતો, સાચા મુનિઓને પ્રવર્તે છે... આહા...હા...! એ શુભભાવ કર્મ છે, વિકા૨ છે, કાર્ય છે એનાથી નિવૃત્તિરૂપ નિષ્કર્મ અવસ્થા(માં એટલે કે) સ્વભાવ સન્મુખમાં પ્રવર્તે છે)... આહા..હા...! “નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિ—અવસ્થા) પ્રવર્તે છે ત્યારે...’
જ્ઞાને પ્રતિવરિતમ્ જ્ઞાનં દિ' આ..હા..હા...! જ્ઞાનમાં આચરણ કરતુંરમણ કરતુંપરિણમતું જ્ઞાન જ...' આ..હા..હા..હા...! આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ પ્રભુ, એ આનંદ અને જ્ઞાનમાં રમતો... આ..હા..હા...! એ નિષ્કર્મ અવસ્થા તે એણે ક૨વા જેવી શરણ છે. શુભાશુભ છૂટી ગયું માટે એને કાંઈ કરવાનું રહ્યું નથી એમ નથી. આહા...હા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! અંદર આનંદનો સાગર ! અતીન્દ્રિય અનંત ગુણની રત્નની માળા ભરી છે ! આહા..હા..! એવા ભગવાનઆત્મામાં એકાગ્રતા એ નિષ્કર્મ અવસ્થા, એ મુનિઓને શરણ છે. આ..હા..હા..હા...! હવે અહીં તો બહારના વ્રત પાળે ને આ કર્યું... (એના) પણ