________________
૫૨
સમયસાર સિદ્ધિ-૬ અનંત સર્વજ્ઞ પરમેશ્વરે આવી ‘વિહિત વિધિ આ કીધી છે. કહ્યું છે, ફરમાન આ છે. આ.હા...હા..! હવે એમાં ચર્ચા ને વાર્તા ને... આ.હા...!
જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું... તમે કહો છો કે, વ્રત ને તપ ને ભક્તિ બિચારા આખો દિ કરે તો વખત તો મળે, આધાર તો મળે. એનો તો તમે નિષેધ કર્યો. હવે એને શરણ કોનું? અહિંસા, સત્યદત્ત, વ્રત પાળવા, બ્રહ્મચર્ય પાળવું, સ્ત્રીનો સંસર્ગ કરવો નહિ, નવ વાડે બ્રહ્મચર્ય પાળવું આવું કાંઈક એને કરવાનું તો આવે. આહા...હા...! જ્યારે તમે આવા ભાવનો તો નિષેધ કર્યો ત્યારે મુનિ કોને શરણે મુનિપણું પાળે ? આવા વ્રતાદિ, તપાદિ ભાવને તો તમે સંસાર અને બંધનું કારણ કહ્યું. મૂળ પાઠમાં સંસાર કહ્યો છે. રાગ એટલે સંસાર – એવો શબ્દ છે. રાગ તે સંસાર. ચાહે તો દયા, દાન, વ્રતનો, તપનો રાગ, વિકલ્પ હો પણ (એ) સંસાર (છે). આહા..હા...હા...!
જ્યારે તમે એનો નિષેધ કર્યો ત્યારે તેને શરણ શું? કરવાનું જ હતું, જે આચરણમાં મુકવાનું હતું, જે કરી શકાય એવું હતું, જે તેમ કરી શકે છે, હવે એનો તો તમે નિષેધ કર્યો. આ..હા..! ત્યારે હવે એને કરવું શું ? એને રહ્યું શું ? જે કરવાની ક્રિયાઓ (હતી) વ્રત ને નિયમ ને અપવાસ ને ભક્તિ ને વિનયનો તમે નિષેધ કર્યો, તો હવે એને કરવાનું શું રહ્યું ? આ..હા..! એમ શિષ્યનો પ્રશ્ન છે. હવેના કળશમાં એ કહે છે –
થતી કાજ રે
(શિવ) निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः सन्त्यशरणाः । तदा ज्ञाने ज्ञानं प्ररतिचरितमेषां हि शरणं
स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः ।।१०४ ।। જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું તે હવેના કળશમાં કહે છે :
શ્લોકાર્ધ :- (સુતરિતે સર્વમિન્ T વિલન નિષિદ્ધ) શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ – એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને નૈશ્ચર્યે