________________
શ્લોક-૧૦૩
૫૧
કોઈનો વાડો નથી કે વાડામાં રહે. આવી વાત (કરે તો) વાડામાં રહેવા ન દયે. આહા..હા...!
પ્રભુ ! તારું હિત કેમ થાય? બાપુ ! આવો મનુષ્યદેહ મળ્યો. અનંત કાળે માંડ મનુષ્યદેહ (મળ્યો) એમાં પણ આર્યકુળ. જૈનકુળમાં અવતાર. ભલે નામ જૈન (હોય), એમાં વીતરાગની વાણી પ્રભુ ! તને સાંભળવા મળે ! આ..હા...હા...! આવી દુર્લભતામાં આ વાત જો ન સમજ્યો પ્રભુ ! આ.હા...! ભાઈ ! તારા આરા ક્યાં આવશે ? તારા ટાણાં ચૂકીને બાપુ ! એ અનંત ભવના ગર્ભમાં અનંત ભવનું દુઃખ છે, ભાઈ ! એમાં રખડપટ્ટીમાં અજાણ્યા ક્ષેત્રે અજાણ્યા કાળે જઈને અવતરશે. આહા...હા...! એમાં આ માંહ્યલું સાથે કાંઈ નહિ આવે એને. આહા..હા...!
અનંત તીર્થકરો...! અહીં વજન કેમ આપવું છે ? (જ્ઞાનમ્ ઘવ શિવહેતુ: વિહિi) આગમમાં, વીતરાગના આગમ એને કહીએ કે જે આગમમાં... આહા...હા...! આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્માનું ચારિત્ર, આત્માને આશ્રયે થતી વીતરાગી દશા તે જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે, તે જ એક મોક્ષનું સાધન છે એમ અનંત તીર્થકરોએ દિવ્યધ્વનિમાં આ વચનો કહ્યા છે, પ્રભુ ! તને કેમ બેસે)? આહા..હા...! “જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. અહીં વજન આટલું છે. કથંચિત્ વ્યવહાર અને કથંચિત્ આત્માના સ્વભાવને (સાધન કહ્યું છે એમ નથી). તેમ એ જ્ઞાનનો આત્મસ્વભાવ વ્યવહાર પહેલો આવે તો એનાથી થાશે એ વાત અહીં તો કરી નથી. આહા...હા...
ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રભુ ! ચૈતન્યઘન આત્મા ! જ્ઞાયકભાવ નિત્યભાવ, ધ્રુવભાવ, અભેદ ભાવ, એક ભાવ, સામાન્ય ભાવ, સદ્દશ ભાવ, ભૂતાર્થ ભાવ ! આ..હા...! તેને આશ્રયે જે સાધન થાય તેને મોક્ષનું સાધન કહ્યું છે. આહાહા...! બાકી વચ્ચે બધા મંદિરો ને આ ધામધૂમ ને આ બધું હા... હો.. હા.. એમાં કાંઈ પણ મોક્ષનું કારણ છે એમ નથી, કહે છે. આ મોટું બાવીસ લાખનું મંદિર બનાવ્યું). તે શું છે ? આહા..હા...! એનો પ્રેમ ને ભક્તિ હોય તો શુભભાવ છે. શુભભાવ એ કંઈ મોક્ષનું કારણ નથી. આહા...હા...!
ત્રણ શબ્દ છે. (જ્ઞાનમ્ જીવ શિવહેતુ: વિહિi) ફરમાવ્યું છે. અનંત તીર્થકરોએ આત્માના જ્ઞાનસ્વભાવમાં જવું, ત્યાં ઠરવું, ત્યાં રહેવું, ત્યાં દૃષ્ટિ કરવી... આહા..હા...હા...! એને અનંત સર્વજ્ઞોએ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. આહા...હા...! થોડું લખ્યું ઘણું કરીને જાણજો એમ લખ્યું છે. આહા..હા..! એમ થોડું કહ્યું બહુ કરીને માનજો. આહા...હા...! આહા...હા...!
પહેલો એના જ્ઞાનમાં નિર્ણય તો કરે, પ્રભુ ! કે એ આત્મા જે ત્રિકાળ સ્વભાવ છે એ શુભ-અશુભ ક્રિયાકાંડના રાગ, એથી તો એ ભિન્ન ચીજ છે. ભિન્ન ચીજને ભિન્ન રાગથી લાભ થાય એવું ત્રણકાળમાં બને નહિ. આહા...હા...!
જ્ઞાનને જ મોક્ષનું કારણ...” ઓ.હો...! આટલા શબ્દોમાં તો કેટલું ભર્યું છે !! આ...હાહા..! આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા, તેને જ. વ્યવહાર પણ વચ્ચે આવે માટે સાધન છે એમ નહિ. એને મોક્ષનું કારણ, પરમાત્મપદની) પ્રાપ્તિનું કારણ અનંત તીર્થકરોએ ફરમાવ્યું છે. આહા...! છે ને ? ‘વિહિત આ વિહિતિ આહા...હા...!