________________
૫૦
સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર :- કરી શકે છે, હા. એના જ્ઞાનમાં પહેલો નિર્ધાર તો નક્કી કરે કે, શુભાશુભ ભાવ તે બંધના જ કારણ છે અને જ્ઞાનસ્વરૂપ ભગવાન, જે શુભ-અશુભ ભાવથી રહિત ત્રિકાળ છે, વીતરાગમૂર્તિ છે, જિનસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે, ઈશ્વરસ્વરૂપ છે તેને, તેનું સાધન કરે તેને મોક્ષ થાય છે. આહાહા! આવું છે.
જ્ઞાનને જ.” એમ કીધું છે ને “જ્ઞાનમ્ વ' ત્યાં એમ નથી કહ્યું કે, આત્માનો સ્વભાવ સાધન છે અને રાગ પણ કથંચિત્ સાધનમાં કહીએ છીએ. આ ૪૭ નયમાં આવે છે ને ! વ્યવહારનય, નિશ્ચયનય, ક્રિયાનય, જ્ઞાનનય બેય આવે છે. લ્યો ! ૪૭ મયમાં તો ક્રિયાનયને નાખી છે. ઈ તો એક સમયની યોગ્યતા બધી આ જાતની ગણી. કો'કને ક્રિયાનય ને કોકને જ્ઞાનનય, કોકને વ્યવહારનય ને કો'કને નિશ્ચયનય, એમ નહિ. આ.હા..હા..! ૪૭ નવમાં આવે છે ને !) એ તો એકના એક જીવને જેની દૃષ્ટિ સ્વભાવ ઉપર પડી છે એની પર્યાયમાં આવા એક એક નયના ભાવોની યોગ્યતા ગણીને કહેવામાં આવ્યું છે. તે એકસાથે છે). કો'કને ક્રિયાનયથી ને કોકને જ્ઞાનનયથી, કોકને વ્યવહારથી ને કોકને નિશ્ચયથી થાય) એમ નથી. આહા...હા...!
આવો માર્ગ છે. આકરો માર્ગ છે. એક તો સાંભળવા મળે નહિ. આહાહા...! અને આ દુનિયાની પંચાતના પાર ન મળે. ધંધા-પાણી પાપના કરે અને એમાં નવરો થાય તો સાંભળવાનું મળે (કે) વ્રત કરો ને તપ કરી ને ભક્તિ કરો ને. ઈ મળે બિચારાને. એનો કલાક લૂંટાય જાય. આહા...હા...! આવો મનુષ્યદેહ મળ્યો એમાં શું કર્યું તેં ? ભાઈ ! આહાહા...! મનુષ્યદેહ તો ચાલ્યો જશે, બાપુ ! આ.હા...! એની ક્ષણ ને પળ નક્કી છે. જે સમય છે તે સમયે દેહ છૂટીને ચાલ્યો જશે. આ..હા..! તારું તેં શું કર્યું? પ્રભુ ! આહા...હા...! બહારમાં નામ કાઢ્યા કે આ પાંચ-પચાસ હજાર કે લાખ, બે લાખ, પાંચ લાખ, પચીસ લાખ ભેગા કર્યા, કુટુંબમાં મોઢા આગળ પડ્યો. (ઈ તો) પાપી પ્રાણીમાં મોઢા આગળ પડ્યો. આહા..હા...કર્મી. કર્મી કર્મી નથી કહેતા ? અમારા છોકરા કર્મી જાગ્યા છે. કર્મ જાગ્યા છે ને ? એનો અર્થ) પાપી જાગ્યા છે. આહા...હા..! આ.હા..હા...!
ભગવાન જિનેશ્વરદેવે તો આત્માનો જે સ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન (છે) તેનો આશ્રય લઈને મોક્ષનું સાધન થાય એમ કહ્યું છે. આહા...હા...! અનંત તીર્થકરો, અનંત થઈ ગયા, વર્તમાન પ્રભુ બિરાજે છે, મહાવિદેહમાં વીસ તીર્થકર, લાખો કેવળીઓ બિરાજે છે, પ્રભુ ! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ થઈ ગયા, છે અને થશે (એ) બધા તીર્થકરોના ઉપદેશનો આ ધ્વનિ છે. આહાહા..! અરે..! કેમ બેસે ? વાડામાં – સંપ્રદાયમાં પકડાય ગયા હોય (એને આ ન બેસે). એના ગુરુ એને કહેતા હોય, આ વ્રત કરો, આ તપ કરો, આ અપવાસ કરો, આ કરો, આ કરો. છપરબી કંદમૂળ ન ખાવા, છપરબી બ્રહ્મચર્ય પાળવું એ ધર્મ નથી ? ધૂળેય નથી, સાંભળને ! ધૂળેય નથી એટલે ? કે ત્યાં પુણ્યાનુબંધી પુણ્ય પણ નથી. આ.હા..હા...હા...! આવું કામ કરું પડે બિચારાને. આ તો “સોનગઢ ને જંગલ ! આમાં