________________
૪૮
સમયસાર સિદ્ધિ-૬
મહાવ્રતના વિકલ્પ ટાણે તે દશા છે, એ દશાસહિતના વિકલ્પ છે એને અહીંયાં મહાવ્રત તરીકે, વ્યવહાર તરીકે કીધું. નિશ્ચય તરીકે તો મહાવ્રત (એટલે) પોતાના સ્વરૂપમાં ઠર્યો છે એ મહાવ્રત છે. આહા..હા..હા...! ઈ આવે છે ને ? ‘નિયમસાર’ ! ધ્યાનમાં બધું આવે છે. ઈ આવે છે. નિયમસાર'માં એક (ઠેકાણે આવે છે). જે બધી ક્રિયાઓ કરે તેનો ત્યાગ કરીને આત્માનું ધ્યાન (થવું) એ વ્રત ને તીર્થ ને સંયમ ને એ બધું ઈ છે. (આવે) છે ને ! આહા..હા...! એ બન્ને કર્મ એટલે કાર્ય, તેને નિષેધે છે.
શ્લોક-૧૦૩
(સ્વાગતા)
कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं
ज्ञानमेव विहितं शिवहेतुः । । १०३ । ।
શ્લોકાર્થ :- (ચ) કારણ કે (સર્વવિવ:) સર્વશદેવો (સર્વમ્ અપિ વર્ષ) સમસ્ત (શુભ તેમ જ અશુભ) કર્મને (વિશેષાત્ અવિશેષપણે (વન્યસાધનમ્) બંધનું સાધન (કારણ) (ઉન્તિ) કહે છે (તેન) તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ) (સર્વમ્ અપિ તત્ પ્રતિષિદ્ધ) સમસ્ત કર્મને નિષેધ્યું છે અને જ્ઞાનમ્ વ શિવહેતુ: વિહિત) જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ૧૦૩.
શ્લોક ૧૦૩ ઉપ૨ પ્રવચન
આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :– ૧૦૩ (શ્લોક). कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः । । १०३ । ।